- વેલકમ ચેટિચાંદ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સોરઠ પંથકનાં લોકો જોડ્યા
- ભેરાણા, પલ્લવ, આરતી, સમૂહ પ્રસાદ સાથે સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો
ગીર સોમનાથ ન્યૂઝ : વેરાવળમાં સતત બીજા વર્ષે ચેટીચાંદ ઉત્સવ પૂર્વે વેલકમ ચેટીચાંદ કાર્યક્રમનું આયોજન સિંધી સમાજનાં ઇષ્ટદેવ ઝુલેલાલ સાઇના બાળ સ્વરૂપ સાંઈ શહેરાવાલે અને સાઈ મુલણશાહ ભારતી માતાની પ્રેરક ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું.સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ સાહેબની 1074મી જન્મજયંતિ આગામી દિવસોમાં આવી રહી છે. જેની ઉજવણીના ભાગ રૂપે સમસ્ત સિંધી સમાજના ઝુલેલાલ સત્સંગ મંડળ દ્વારા સમાજનાં લોકોના સહયોગથી વેલકમ ચેટીચાંદનું ભવ્ય આયોજન કપિશ્વર પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું.
આ તકે સુત્રાપાડા, તાલાલા, કોડીનાર, જૂનાગઢ સહિત સોરઠ પંથકનાં લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.આ તકે ભેરાણા સાહેબ, જ્યોત પૂજન, પલ્લવ, આરતી, સમૂહ પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. ભેરાણા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને અજમેરના પ્રખ્યાત લવી કમલ ભગતે પોતાના સંગીત અને સુરોથી મંત્રમુગ્ધ કર્યા હતા.કાર્યક્રમ બાદ ઝુલેલાલ સાઇના અવતાર એવા સાઈ શહેરાવાલેનો જન્મદિવસ આગમી દિવસોમાં આવી રહ્યો હોઈ જેથી તેની પણ કેક કાપીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા સિંધી સમાજની વિવિધ સંસ્થાઓ, મંડળો અને સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.
અતુલ કોટેચા