‘અબતક’ ની મુલાકાતમાં આઇટીઆઇ અધિકારીઓ એ રોજગારીની તક માટે ઉપયોગી સમર સ્કીલ કેમ્પનું આપી વિગતો
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સપનાના ભારત માટે સ્કીલ બેઝીક શિષણ પર ભાર મુકવામાં આવ્યો છે. વિઘાર્થી યુવા વર્ગની સ્કીલને વધુ નિખારી ક્રાંતિકારી પરિણામો મેળવી શકાય રાજકોટ આઇ.ટી.આઇ. અને ગોંડલ એકમ દ્વારા વેકેશન વિના મુલ્યે અલગ અલગ કોર્ષના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
‘અબતક’ ની મુલાકાતે રાજકોટ આઇ.ટી.આઇ.ના આચાર્ય એસ.સી. રાડીયા, ગોંડલ આઇટીઆઇ આચાર્ય આર.એસ. ત્રિવેદ, બી.એન. ભરડીયા, એ.એસ. ત્રિવેદીએ સમર કેમ્પની વિગતો આપતા જણાવેલ કે વેકેશનનો સદઉપયોગ થાય તમામ ટેકનોલોજીની વિવિધ વિષયો પર 10 કલાકની તાલીમમાં ધો. 8 પાસ 14 વર્ષથી ઉપરના ને પ્રવેશ અપાશે. અને કોર્ષ પુરુ કરનારને સર્ટિફીકેટ અપાશે રાજકોટ – ગોંડલ આઇટીઆઇમાં ઇલેક્રટોનીક કોમ્પ્યુટર, ઇલેકટિલ સેકટર, મિકેનીકલ કોર્ષ, સિવીલ સેકટર ઓટોમોબાઇલ સેકટર ની તાલીમ અપાશે.
તા. રર મે થી ર6 મે, ર9 મે થી ર જુનસવારે 10.30 થી 12.30 અને 3 થી પ દરમ્યાન ના કોર્ષમાં જોડાવવા રાજકોટ આઇટીઆઇ 0281-2387366 ગોંડલ આઇટીઆઇ 02825 240322 નો સંપર્ક કરવા જણાવ્યું છે.