કથા દરમિયાન ભવ્ય સંતવાણી, લોકડાયરો, દાદાનો દરબાર, સરસ્વતી સન્માન સમારોહ, બ્લડ ડોનેશન કેમ્પ જેવા કાર્યક્રમ
અબતકની શુભેચ્છા મુલાકાતે સમસ્ત કાકડીયા પરિવાર સંચાલિત વિકાસ વર્તુળના ટ્રસ્ટી
રાજકોટ જીલ્લાના ગઢકા ખાતે સમસ્ત કાકડિયા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરાયું છે. તા.25ને શનિવાર સવારે 9.00 કલાકે ભવ્યાતીભવ્ય પોથીયાત્રા સાથે દરરોજ સવારના 9 થી 12 અને બપોરે 3 થી 6 કલાક સુધી કથા રહેશે. પૂર્ણાહુતી તા.4-3-23ને શનિવાર બપોરના 12.30 કલાકે, કથા સ્થળ-સમસ્ત કાકડિયા પરિવારના સુરાપુરા વસ્તા દાદાનું મંદિર, “શાંતિધામ” મુ.ગઢકા, તા.જી.રાજકોટ, ખાતે એક નોખુ-અનોખુ આયોજન કરવામાં આવેલ છે. શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું સંગીત શૈલી સાથે ડોડીયાળા સુપ્રસિદ્ધ કથા વક્તા પ.પુ.શાસ્ત્રી જનકભાઇ મહેતા વ્યાસપીઠ પર બિરાજી સંગીતમય કથાનું રસપાન કરાવશે.
કથા દરમ્યાન લોકડાયરો તથા દાદાનો દરબાર રહેશે. તા.25-2-23ની રાત્રે 8.30 કલાકે ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર કીર્તિદાનભાઈ ગઢવી, પી.વી.જાદવ અને કિંજલબેન દવે એન્ડ ગ્રુપ તેમજ તા.27ને સોમવારે રાત્રે 8.30 કલાકે સુરતની જાણીતા ગાયિકા અપેક્ષા પંડ્યા, મયુર દવે એન્ડ ગ્રુપ, અજીતદાન ગઢવી, મંજુલાબેન ચાવડા, રાજકોટ તથા તા.1-3ના રોજ રાત્રે 8.30 કલાકે રાવળદેવ ભવદીપભાઈ (આંબલાવાળા) તથા તા.3-3ને શુક્રવાર રાત્રે 8.30 કલાકે જાણીતા ગાયિકા રાષ્મીતાબેન રબારી એન્ડ ગ્રુપ, ભોજાભાઈ ભરવાડ, હરેશદાન સુરૂ સહીતના જાણીતા કલાકારો સાથે સંગીતમય શૈલીમાં ડાયરાની રમઝટ બોલાવશે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા પ્રાગજીભાઇ કાકડિયાએ જણાવ્યું હતું કે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં નૃસિંહે પ્રાગટ્ય, શ્રીરામ જન્મ, ગીરીરાજ ઉત્સવ, સુરાપુરા વસ્તાદાદાનો પાટોત્સવ, કપિલ જન્મ, વામન જન્મ, કૃષ્ણ જન્મ, નંદ ઉત્સવ તથા રૂક્ષ્મણી વિવાહ ધામધૂમ પૂર્વક ઉત્સવો ઉજવવામાં આવશે. આ કથામાં તમામ ઉત્સવો વેશભૂષા સાથે ઉજવવામાં આવશે.
આ કથામાં કાકડિયા કુળના સંત શિરોમણી ધનાબાપા તીર્થધામ શ્રી ધનાબાપાની જગ્યા ધોળાગામના મહંત બાબુરામ ભગત તેમજ કાકડિયા પરિવારના ગોત્રીજ અંદાજીત 27 ભૂવાઓ તથા અમરધામ આશ્રમ ચાંદલી જલ્પાબેન પટેલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી ભક્તજનોને આર્શીવચન પાઠવશે.
આ કથા દરમ્યાન કાકડિયા પરિવારના તેજસ્વી તારલા વિદ્યાર્થીઓને પુરસ્કાર, મોમેન્ટો આપી સરસ્વતી સન્માન સમારોહમાં કરવામાં આવશે. તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થી અને જરૂરીયાતમંદ દર્દીઓને બ્લડ મળી રહે તે માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તા.26ને રવિવારે સાંજે 4થી રાત્રીના 8.00 કલાક સુધી રાખવામાં આવેલ છે. આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિની સાથો-સાથ સુરાપુરા દાદાના મંદિરે અવિરત 15 વર્ષથી પક્ષીઓને ચણ અર્પણ કરવામાં આવે છે.
આ કથા દરમ્યાન દરરોજ બપોરે અને સાંજે પ્રસાદની વ્યવસ્થા તેમજ ચાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ઉપપ્રમુખ દિલીપભાઇ કાકડીયા તથા રમેશભાઇ એમ કાકડીયા તેમજ પ્રાગજીભાઇ કાકડિયા ઉ5સ્થિત રહ્યા હતાં.