- આઈ.જી.પી. અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં સમગ્ર રેંજની ૧૬ ક્રિકેટ ટીમોએ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો
- જામનગર અને સુરેન્દ્રનગર ની ટીમ વચ્ચેના ફાઇનલ મેચમાં સુરેન્દ્રનગરની ટીમનો વિજય: આઈજીપી સહિતના અધિકારીઓ દ્વારા ટ્રોફી એનાયત થઈ
જામનગર ન્યૂઝ : જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં રાજકોટ રેન્જના આઈ જી પી અશોકકુમાર યાદવ ની અધ્યક્ષતામાં ડીઆઇજી કપ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાજકોટ રેન્જ હેઠળ આવતા તમામ જિલ્લાની ૧૬ ટિમો એ ભાગ લીધો હતો.જેમાં સુરેન્દ્રનગર અને જામનગરની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. જેમાં સુરેન્દ્રનગરની ટીમનો વિજય થયો હતો, અને આઇજીપી અશોકકુમાર યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત થઈ હતી.
જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં છેલ્લા એક સપ્તાહથી રાજકોટ રેન્જના આઈ જી પી અશોકકુમાર યાદવ ની અધ્યક્ષતામાં ડી.આઈ.જી કપ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ રેન્જ હેઠળ આવતા રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને મોરબી સહિતના પાંચ જિલ્લાઓની અલગ અલગ ૧૬ ક્રિકેટ ટીમો બનાવી હતી. તમામ જિલ્લાના ડીવાયએસપીની અધ્યક્ષતામાં બનાવેલી ૧૬ ક્રિકેટ ટીમો વચ્ચે છેલ્લા એક સપ્તાહ દરમિયાન પોલીસ હેડ ક્વાર્ટરમાં રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી.
જેમાં જામનગરની ટીમ અને સુરેન્દ્રનગર ની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. જે બંને ટીમ વચ્ચે ગઈકાલે પોલીસ હેડ કવાટરમાં ફાઇનલ મેચ રમાયો હતો. જે ફાઇનલ મેચમાં સુરેન્દ્રનગરની ટીમ વિજેતા બની હતી. જેને ડી.આઈ.જી. કપ એનાયત કરાયો હતો.
રાજકોટ રેન્જ ના આઈ.જી.પી. અશોક કુમાર યાદવ ઉપરાંત પાંચ જિલ્લાના એસપી જેમાં જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ, રાજકોટ રેન્જ ના એસપી અને હાલ પ્રમોશન પામેલા જયદીપસિંહ રાઠોડ, દેવભૂમિ દ્વારકા ના એસપી નીતિશકુમાર પાંડે, સુરેન્દ્રનગર ના એસ.પી. ડો. ગિરીશ પંડ્યા અને મોરબીના એસ.પી રાહુલ ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા, અને અન્ય વિજેતા ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા અને ક્રિકેટ ટુર્નામેન્ટ નું સમાપન કરાયું હતું.
સાગર સંઘાણી