ર્માં ઉમિયાની અખંડ જયોત-રથ સાથે ૧૨૫ સાઈકલ યાત્રિકો રાજકોટથી મોટા લીલીયા જશે
ઉમિયાજી યાત્રા સંઘનું ભકિતપૂર્ણ આયોજન : ૨૬ માર્ચે રાજકોટથી રવાના
કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયાનો રજત જયંતિ મહોત્સવ નિમિતે અમરેલી (મોટા લીલીયા) ખાતે આગામી તા.૨૮ થી ૩૦ માર્ચ દરમિયાન યોજનારા ઉમિયા માતાજીનો રજત જયંતિ મહોત્સવ પ્રસંગે તેને અનુલક્ષી સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉમિયા માતાજીના સંતાનો એવા કડવા પાટીદાર સમાજમાં ભારે ઉમંગ સાથે અનેક આયોજન પણ થઈ રહ્યા છે. રાજકોટ સ્થિત ઉમિયાજી યાત્રા સંઘ દ્વારા આ પ્રસંગે રાજકોટથી મોટા લીલીયાની સાયકલયાત્રા સાથે મા ઉમિયાજીના રથનું પણ શ્રદ્ધાપૂર્ણ આયોજન કરાયું છે. ઉમિયાજી યાત્રા સંઘની આયોજન સમિતિના ક્ધવીનર ભાણજીભાઈ સંતોકીના જણાવ્યા અનુસાર આશરે ૨૫ વર્ષ પછી રાજકોટથી લીલીયાની સાયકલ યાત્રા યોજાઈ રહી હોય ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તા.૨૬મી માર્ચ સવારે આ સાયકલ યાત્રાનો પ્રારંભ થશે. તમામ યાત્રિકોને પ્રસ્થાન કરાવવા માટેનો ખાસ કાર્યક્રમ પણ યોજાયો છે. સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતેથી અખંડ પ્રગટી રહેલી મા ઉમિયાની જયોતના આ સાયકલ યાત્રિકો દર્શન કરી આશિષ મેળવી પ્રસ્થાન કરશે. આ સમયે સમાજના અનેક અગ્રણીઓ અને સાયકલ યાત્રા માટેના દાતાઓ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ), બીપીનભાઈ હદવાણી (ગોપાલ નમકીન), મનસુખભાઈ પાણ (હાઈબોન્ડ સિમેન્ટ) પણ ઉપસ્થિત રહેશે. તા.૨૬મીએ સવારે પ્રસ્થાન કરી ત્રણ દિવસની યાત્રા દરમિયાન લગભગ ૧૬૫ કિમીની સાયકલયાત્રા કરી તા.૨૮મી માર્ચના રોજ સવારે ૯ કલાકે મા ઉમિયાના આ સંતાનો લીલીયા પહોંચશે. યાત્રા દરમ્યાન તબીબી તથા અન્ય સુવિધા સાથેનું એક ખાસ વાહન પણ યાત્રિકો સાથે જ રહેશે. તા.૨૮મીએ સવારે ૯:૦૦ વાગ્યે આ યાત્રિકો લીલીયા પહોંચે ત્યારે મા ઉમિયાના અખંડ જયોતની સ્વાગતની પણ વ્યવસ્થા રજત જયંતિ મહોત્સવ સમિતિ લીલીયા તરફથી કરવામાં આવી છે. સાયકલ યાત્રિકો જોડાવવા માંગતા હોય તેવોએ ફોર્મ ભરી દેવા. ફોર્મ ભરવા માટે ઉમા લક્ષ્મી મંડપ સર્વિસ, જલજીત સોસાયટી મેઈન રોડ, મારૂ તી સ્ટુડિયો, જનકપુરી ગોસ્વામી, શીતલ ટ્રાવેલ્સ, પંચાયતનગર, શ્રીરામ હાર્ડવેર, કુવાડવા રોડ ખાતેથી ફોર્મ લઈને ભરી આપવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.