યુનિવર્સલ બજાર, ફુડ ઝોન, ગેમ ઝોન, સેલ્ફી પોઇન્ટ, મ્યુસિકલ પર્ફોમન્સ તથા વિવિધ મેનેજમેન્ટ કોમ્પિટીશન
ભણતર સાથેની ગણતર એ ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થીઓને પુસ્તકીયા જ્ઞાનની સાથે વ્યવહારુ જ્ઞાન આપવું એ ખૂબ જ જરૂરી છે ત્યારે બજારમાં ચાલતી પરિસ્થિતિઓને સમજીને વ્યાપાર ધંધા અંગેનું પ્રેક્ટીકલ નોલેજ મેળવવાના હેતુથી રાજકોટ શહેરની શૈક્ષણિક ક્ષેત્રે નામાંકિત સંસ્થા જે એચ, ભાલોડિયા વિમેન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા તારીખ 27 અને 28 ફેબ્રુઆરીના રોજ “માર્કેટ ક્ષેત્ર” 2023 ટ્રેડ-ફેરનું આયોજન કરવામાં આવ્યુ છે. માર્કેટ ક્ષેત્રમાં ટ્રેડ-ફેર અંતર્ગત યુનિવર્સલ બજાર, ફૂડ ઝોન, ગેમ ઝોન, સેલ્ફી પોઇન્ટ, મ્યુસિકલ પર્ફોમન્સ તથા વિવિધ મેનેજમેન્ટ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યુ છે.
વ્યાપાર,ધંધા,ઉદ્યોગના ક્ષેત્રનું વ્યવહારૂ જ્ઞાન મળે તેવો હેતુ :એન એમ કાનાણી
ભાલોડીયા વિમેન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો, એન એમ કાનાણી અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી કોલેજ દ્વારા બહેનોની કળાને પાંખો મળે તે હેતુંથી ઘણી બધી પ્રકારની પ્રવૃત્તિઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે ત્યારે વિવિધ ઉત્તર પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે કે જેનું સંપૂર્ણપણે આયોજન કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે. જ્યારે આ વર્ષે વાર્ષિકોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં 70 થી પણ વધુ વિદ્યાર્થીનીઓએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અભ્યાસક્રમમાં સંકળાયેલા વિષયોને પ્રેક્ટિકલી શીખી શકે તે માટે આ આયોજન કરવમાં આવ્યું છે. વીદ્યાર્થીઓને વ્યાપાર,ધંધા,ઉદ્યોગના ક્ષેત્રનું વ્યવહારૂ જ્ઞાન મળે તેવા હેતુથી માર્કેટ ક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીનીઓ આ ફેર દ્વારાબજારની પરિસ્થિતિઓ મોર્ડન થીયરી સમજી શકે: બી. ટી. બાબરીયા
ભાલોડીયા કોલેજના એસોસિયેટ પ્રોફેસરે અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માર્કેટ ક્ષેત્રનું આયોજન કરવાનો મુખ્ય હેતું વિદ્યાર્થીની બહેનો પોતાની જાતે જ બજારની પરિસ્થિતિને સમજીને કેવી રીતે વ્યાપાર કરવો જોઈએ તેની સમજણ પ્રાપ્ત કરી શકે તેવો છે. જેનો ઉત્તમ ઉદાહરણ ભાલોડીયા ગર્લ્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ આપ્યું છે આ સાથે રાજકોટની જનતાનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જેમાં વિવિધ કોલેજની વિદ્યાર્થીનીઓએ, સંસ્થાઓ તેમજ એનજીઓ યુનિવર્સિટીની બહેનોએ ભાગ લીધો છે. મોર્ડન થીયરી મુજબ માર્કેટ ક્ષેત્રમાં ગેમ્સ થિયરી આવી રહી છે જેની એક ઉત્તમ તક ભાલોડીયા કોલેજ દ્વારા પૂરી પાડવામાં આવી છે.