સભામાં સૌરાષ્ટ્રના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહેશે
રાષ્ટ્રીય કિશાન મંચના બેનર હેઠળ જાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવેલ છે, કલ્પસર જાગૃતિ અભિયાન અંતર્ગત કાલે બેઠક યોજાનાર છે. જેના સભ્યો ‘અબતક’ મિડિયા હાઉસની મુલાકાતે આવેલા હતા. યોજના અંતર્ગત સંજયભા ખિરસીયા, આશિષ મિશ્રા, શિવમ સિઘ તથા મૌલિક રાઠોડે ને વિગતવાર માહીતી આપી હતી.
સૌરાષ્ટ્રનો કાયાકલ્પ કરવાની જે યોજનાની પૂરી ક્ષમતા છે તેવી વર્ષોથી વિલંબીત કલ્પસર યોજના તાત્કાલીક અમલમાં આવે તેવી માંગણી સાથે એક કિશાન સભાનું રાષ્ટ્રીય કિશાન મંચના પ્રવકતા આશિષ મિશ્રા અ આ બાબતે વિશેષ માહીતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં તાજેતરમાં વિધાનસભાની ચુંટણી યોજાવાની છે ત્યારે સૌરાષ્ટ્રના ખેડુતોની આ વર્ષો જુની વિલંબીત માંગ બાબતે વિચાર વિમર્શ કરવા માટેઆ કિશાન મંચના પદાધિકારીઓ તેમજ કલ્પસર યોજના સાકાર થાય તે બાબતે છેલ્લા ઘણા જ વર્ષોથી વિવિધ વિસ્તારોમાં જાગૃતિ અભિયાન ચલાવી રહેલા કાર્યકર્તાઓ એકત્રિત જશે.
કલ્પસર યોજના જો સાકાર થાય તો સૌરાષ્ટ્રને અનેક ફાયદાઓ પ્રાપ્ત થાય તેમ છે કલ્પસર યોજના સાકાર થાય તો ગુજરાતને 5850 મેગા વોટ વધારાની વિજળી સાથે સૌરાષ્ટ્રની સૂકી ઘરાને સિંચાઇનો લાભ મળશે તેમજ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ધમધમતો થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે નું અંતર પણ આ યોજના થી મહત્તમ ઘટી જશે જેનાથી પેટ્રોલ, ડીઝલ સ્વરુપે કરોડોના હુંડીયામણની બચત થાય તેમ છે.
સમગ્ર સૌરાષ્ટ્રની કાયા પલટ કરી નાખનારી આ યોજનાના અમલ માટે અત્યાર સુધી 300 કરોડથી વધુ રૂપિયાનું આંધણ થઇ ચૂકયું હોવા છતાં જમીની સ્તર પર કોઇ ડેવલોપમેન્ટ થયું નથી. આ બાબતે આગામી સમયમાં સૌરાષ્ટ્રની જનતાને જાગૃત કરવા કલ્પસર જાગૃતિ અભિયાન અને રાષ્ટ્રિય કિશાન મંચ સાથે મળીને કામ કરશે બેઠકનું આયોજન મેસોનીક હોલ, બસ સ્ટેન્ડ પાસે રાજકોટ ખાતે સાંજે 4 થી 6 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. વધુ માહીતી માટે મો. નં. 90333 35059 ઉપર સંપર્ક કરવાનો રહેશે.