રીયલ ડાયમંડ, ગોલ્ડ અને સિલ્વર જ્વેલરી તથા ફેશનેબલ પરીધાન આકર્ષણનું કેન્દ્ર
જેની આતુરતાથી દરેક યુવતી દ્વારા રાહ જોવાઇ રહી હોય છે તેવા કારા વેડીંગ એક્ઝીબિશનનું આયોજન રાજકોટની પ્રખ્યાત હોટેલ સયાજી ખાતે કરવામાં આવ્યું છે. આ એક્ઝીબિશન તા.21 અને તા.22 જુલાઇના રોજ હોટેલ સયાજી ખાતે કરવામાં આવ્યું છે.
કારા એક્ઝીબિશનએ ફેશનેબલ યુવતિઓ માટે મહત્વનું છે કારણ કે ફક્ત રાજકોટ જ નહી પણ દેશભરના ડીઝાઇનરો દ્વારા રીયલ ગોલ્ડ, ડાયમંડ, સિલ્વર જ્વેલરી તથા અવનવા ગારમેન્ટસની વિવિધ વેરાયટીઓ જોવા મળે છે.
કારા એક્ઝીબિશનમાં 41 થી પણ વધુ ડીઝાઇનર્સે ભાગ લીધો હતો. જેમાં કે.આર.સન્સ, જ્વેલ વર્લ્ડ, ટ્રાઇબ આમ્રપાલી તથા ઓરીટા જેવા ફેમસ જ્વેલરી બ્રાન્ડ્સ તેમજ સિલવિટ હાઉસ ઓફ નૂરાનિયત વગેરે જેવા ડીઝાઇનર્સ તેમજ અમદાવાદનું લાવિશ સલૂન વગેરે દ્વારા ટ્રેન્ડી તેમજ ફેશનેબલ વેરાયટીઝનું પ્રદર્શન કરાયુ હતું.
આ સાથે ટ્રાઇબ આમ્રપાલીના કવિત સોની દ્વારા પણ જણાવાયુ કે આજકાલ સિલ્વર જ્વેલરીનો પણ યુવતિઓમાં એટલો ટ્રેન્ડ છે તેમજ તેઓને રાજકોટવાસીઓનો આ એક્ઝીબિશનમાં ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે.
ઓછા બજેટમાં હેવી લૂક ડાયમંડ જ્વેલરી ગ્રાહકોને મળે છે: ઓરીટા ડાયમંડ
25 વર્ષથી કાર્યરત અમદાવાદની ઓરીટા ડાયમંડ જ્વેલરી બ્રાન્ડએ પ્રથમ વખત રાજકોટમાં કારા એક્ઝીબિશનમાં થયેલા અનુભવો જણાવતા ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે તેઓ ઓછા બજેટમાં સારી ગુણવત્તાવાળી તેમજ હેવી લૂક આપતી જ્વેલરી ગ્રાહકોને આપે છે. 25 ડિઝાઇનર્સની ટીમ દ્વારા આ કામ થાય છે અને તેઓને રાજકોટવાસીઓ દ્વારા ખૂબ જ સારો એવો પ્રતિભાવ મળ્યો છે.
અવનવા ગારમેન્ટસ, જ્વેલરી તેમજ ડેકોરેશન કલેક્શન માટે કારાની અવશ્ય મુલાકાત લ્યો: રૂકશાનાબેન (કારા એક્ઝીબિશન)
કારા એક્ઝીબિશનના સંચાલક રૂકશાનાબેને ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે રંગીલા રાજકોટ દ્વારા તેઓને હમેંશા સારો અભિપ્રાય મળતો આવ્યો છે તેમજ તેમને રાજકોટની જનતાને તહેવારો તેમજ વેડીંગ કલેક્શન માટે ટ્રેન્ડી તેમજ ફેશનેબલ ગારમેન્ટસ, જ્વેલરી અને ડેકોરેશન કલેક્શન નિહાળવા આમંત્રણ આપ્યું છે.