- ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા માટે
- ભારતના 70થી વધુ શહેરોમાં રોડ શો યોજાશે
- રાજકોટ રોડ શોમાં 1000થી વધારે રાજ્યના ખ્યાતનામ આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, બિલ્ડર્સ, તેમજ વાઇબ્રન્ટ બિલ્ડકોનમાં સમાવિષ્ટ જુદી જુદી કેટેગરીના ઉદ્યોગકારો રહ્યાં ઉપસ્થિત
વાઇબ્રન્ટ બિલ્ડકોન 2025 ભારતનો સૌથી મોટો અને સૌથી પ્રભાવશાળી બિલ્ડિંગ મટીરીયલ એક્સ્પો 13થી16 એપ્રિલ, 2025 દરમિયાન યશોભૂમિ, નવી દિલ્હી ખાતે યોજાશે, તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલિવૂડના આઇકોન સુનીલ શેટ્ટી ને નિયુક્ત કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ ભારતના બિલ્ડીંગ મટીરીયલ ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર બનવાનું વચન આપે છે. આ એક્સ્પો આવનારા વર્ષો માટે ના ભારત સરકારના વિઝનને ટેકો આપશે, જે 240 બિલિયન યુએસડી ના ઝડપથી વિકસતા હાર્ડવેર અને બિલ્ડિંગ મટિરિયલ્સ માર્કેટના સંદર્ભમાં ટકાઉપણું, સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા, અફોર્ડેબલ હાઉસિંગ અને ડિજિટલાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરશે.
રાજકોટમાં રોડ શો માં ભારતીય લેમિનેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, ઇન્ડિયન સ્મોલ સ્કેલ પેઈન્ટ એસોસિએશન, ગુજરાત પેઇન્ટ એસોસિએશન અને રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ના હોદ્દેદારો, સદસ્ય સહિત 1000 થી વધુ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતાં. અને આ ઇવેન્ટ ને સફળ બનાવી હતી. રાજ્ય ના ખ્યાતનામ આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, બિલ્ડર્સ, તેમજ વાઇબ્રન્ટ બિલ્ડકોન માં સમાવિષ્ટ જુદી જુદી કેટેગરી ના ઉદ્યોગકારો એ હાજરી આપી હતી અને ઇવેન્ટ ને લઈને પોતાના પોઝિટિવ મંતવ્યો રજુ કર્યા હતાં.
આ એક્સ્પો 150,000 થી વધુ સ્થાનિક મુલાકાતીઓ, 600 થી વધુ પ્રદર્શકો અને 100 થી વધુ દેશોના 2,000 થી પણ વધારે આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ પૂરું પાડશે, જે 50,000 ચોરસ મીટરમાં ફેલાયેલ છે. હાર્ડવેર, બાથ ફીટીંગ્સ સિન્ક, પાઇપ ફીટીંગ્સ વોટર ટેન્ક્સ, પ્લાયવુડ લેમિનેટ ફ્લોરિંગ, સિરામિક ટાઇલ્સ એન્ડ સેનિટરીવેર, સિમેન્ટ, ટીએમટી બાર, માર્બલ, ગ્રેનાઇટ, પેઇન્ટ્સ અને જીપ્સમ બોર્ડ, એધેસિવ અને કેમિકલ, રિન્યુએબલ એનર્જી, લિફ્ટ અને વધુ સહિત 12 સેક્ટર અને 18 પ્રોડક્ટ કેટેગરી આ ઇવેન્ટ માં જોડાશે જે આ ઇવેન્ટ ને ભારત નું સૌથી મોટું બિલ્ડીંગ મટીરીયલ નું ઇવેન્ટ બનાવશે.
વાઇબ્રન્ટ બિલ્ડકોન ના આયોજકો એ જણાવ્યું હતું કે”ઉત્પાદનો અને સોલ્યુશન્સની વિશાળ શ્રેણીને પ્રદર્શિત કરવા ઉપરાંત, આ એક્સ્પો ભારત ના જુદા જુદા રાજ્યોમાંથી વિવિધ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર નું પ્રતિનિધિત્વ કરશે, જે ભારતના ઉત્પાદન લેન્ડસ્કેપની વિવિધતા અને શક્તિને રેખાંકિત કરશે. આ વ્યાપક ભાગીદારી ભારતીય ઉત્પાદકો માટે વૈશ્વિક મંચ પર સ્પર્ધા કરવા, આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે જોડાણ કરવા અને નિકાસ વૃદ્ધિને આગળ વધારવા માટેના મુખ્ય પ્લેટફોર્મ તરીકે ઇવેન્ટના મહત્વને દર્શાવે છે. અમે માનીએ છીએ કે વાઇબ્રન્ટ બિલ્ડકોન વૈશ્વિક મંચ પર ભારત ની હાજરીને નોંધપાત્ર રીતે વધારશે અને ભારતના ઔદ્યોગિક વિકાસમાં ફાળો આપશે.”