સમગ્ર ગુજરાતમાંથી 30થી વધુ પ્રજાતિઓનાં 500 શ્વાનો ડોગ-શોમાં જોવા મળશે
રાજકોટ શહેરમાં પેટ લવરની સંખ્યા દિન પ્રતિદીન વધતીજાય છે. છેલ્લા દશકામાં ડોગ કેટ બર્ડ ફિશના લવરો વધી રહ્યા છે.હાલ શહેરમાં 15 હજારથી વધુ શ્ર્વાનમાલીકો પાસે સારી બ્રિડના શ્ર્વાન છે. રાજકોટમાં નગરજનોમાં શ્ર્વાન પ્રત્યેની જાગૃતી કરૂણા જેવા વિવિધ ગુણો વિકસે તેમાટે સૌરા-કચ્છ પેટ ટ્રેડર્સ અને બ્રિડર્સ એસોસિએશન દ્વારા 8મીએ શાસ્ત્રી મેદાન ખાતે સવારે 9 થી સાંજના પાંચ સુધી ભવ્ય ડોગ શોનું આયોજન કરવામાં આવેલ છે. આ શોમાં 500થી વધુ શ્ર્વાનોની વિવિધ બ્રિડ સમગ્ર ગુજરાતનાં શહેરોમાંથી ભાગ લેવા આવવાની છે.
આ શોના આકર્ષણમાં 500 ગ્રામથી100 કિલોના કદાવર શ્ર્વાન લોકોને જોવા મળશે. આ શોમાં ડોગ શોની વિવિધ 30થી વધુ પ્રજાતિના શ્ર્વાનોમાં પોમેનેરીયન, જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગ્રેટડેન, ડોબરમેન, ગોલ્ડન રીટરીવર, કલ્ચરપોમ, સ્ટિઝુ, લાસા, પિટબુલ, ડાલમેશિયન, ચાવચાવ, મેસ્ટિફ, શેન બર્નાડ જેવા વિવિધ શ્ર્વાનો ભાગ લેવાના છે. શો નિર્ણાયક તરીકે યશ શ્રીવાસ્તવ (ભોપાલ) અને પૃથ્વી પાટીલ (વડોદરા) સેવા આપશે. સમગ્ર સંચાલન શોનું જાણીતા ડોગ શોના આયોજક અરૂણ દવે સંભાળશે. સમગ્ર શોનું આયોજન સંસ્થાના પ્રમુખ ભુવનેશ પંડયા, રણજીત ડોડીયા, અબ્બાસ ઝરીવાલા, આશિષ ધામેચા, પદ્દયુમન આહિર, સુનિલ ચૌહાણ, ઈન્દુભા રાઓલ, નાસીર સૈયદ, અલીભાઈ અને વિમલભાઈ સહિતના કમીટીના મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે. શોમાં ખાસ મેડીકલ કમીટીના તબીબો હાજર રહેશે.
પાંચ હજાર ચો.મી.ના વિશાળ ગ્રાઉન્ડમાં ડોગ-શો માટે રીંગ, વિવિધ કંપનીના સ્ટોલ, ઈન્ફરમેશન સેન્ટર અને વિવિધ પેટ શોપ દ્વારા સ્ટોલ રાખવામાં આવેલ છે. ડોગ-શોમાં ભાગ લેનારે સવારે 8.30 કલાકે પોતાની એન્ટ્રી લઈને રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવી લેવું. ડોગ-શોમાં ભાગ લેવા માટે શહેરનાં વિવિધ પેટ શોપ ઉપર રજીસ્ટ્રેશન શરૂ કરેલ છે. તા.5મી સુધી ત્યાં રજીસ્ટે્રશન કરીને પોતાના પાસ મેળવી લેવા પ્રમુખ ભુવનેશ પંડયાની યાદીમાં જણાવેલ છે.વિશેષ માહિતી માટે મો.નં. 98249 07431 તથા 98254 40045 ઉપર સંપર્ક કરવો.