- કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તેવો હેતુ
- સીટી પોલીસે કર્યું ફ્લેગ માર્ચનુ આયોજન
- શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઇ
જુનાગઢ ન્યૂઝ : જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્રારા આગામી મોહરમ તહેવાર સબબ અત્રેના જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે જે અંગે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તકેદારી રાખવા સુચના આપવામાં આવી છે.
વેરાવળ સીટી પોલિસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી તથા પોલિસ સબ ઇન્સપેક્ટર આર.આર.રાયજાદા અને એસ.એમ.દેવરે તથા કે.એન.મુછાળ તથા વેરાવળ સીટી પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડ સાથે પો.સ્ટે.ના અલગ-અલગ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરાઇ હતી. જેમા ભાલકા ચોકી થી સોમનાથ ટોકીઝ વિસ્તાર, કિરામાણી રોડ, ૮૦ ફુટ રોડ, અજીતની કેબીનથી રેલ્વે સ્ટેશન રોડ, રામ ભરોસા ચોક, કોળીવાડા, ટાવર ચોક વિગેરે વિસ્તારમા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.
અતુલ કોટેચા