પેઈન મેનેજમેન્ટ નિષ્ણાંત તબીબ ખાસ સેવા આપશે: ખાસ હેલ્થ કાર્ડનું વિતરણ થશે

રાજકોટનાં સેવાભાવી તબીબોનાં ટ્રસ્ટ સૌરાષ્ટ્ર મેડિકલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શિવાનંદ મિશન જનરલ એન્ડ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા લાયન્સ કલબ રાજકોટ આવકારના સહયોગથી તા.૨/૬ને રવિવારે વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પેઈન મેનેજમેન્ટ નિષ્ણાંત મુંબઈનાં ડો.અતુલ શાહ ખાસ સેવા આપશે એમ ટ્રસ્ટનાં ચેરમેન અને જાણીતા ન્યુરોસર્જન ડો.રાજેન્દ્ર ત્રિવેદીની એક યાદીમાં જણાવાયું છે. ટ્રસ્ટ દ્વારા સમાજ સેવાના હેતુથી ટોકન દરે સામાજીક તબીબી સહાય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એ યોજનાના ખાસ હેલ્થ કાર્ડનું આ પ્રસંગે વિતરણ કરવામાં આવશે.

ટ્રસ્ટનાં ચેરમેન ડો.રાજેન્દ્ર ત્રિવેદીએ આ તકે જણાવયું હતું કે, રાજકોટ-સૌરાષ્ટ્રનાં લોકોને નજીવા દરે વિશ્ર્વકક્ષાની સારવાર ઉપલબ્ધ બની શકે એ માટે અમો પ્રયત્નશીલ છીએ જેના ભાગરૂપે નિયમિત રીતે વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. લાયન્સ કલબ રાજકોટ આવકારના સહયોગથી આવો જ એક કેમ્પ આગામી તા.૨/૬/૨૦૧૯ને રવિવારે સવારે ૯ થી ૧ રાખવામાં આવ્યો છે. કેમ્પનો લાભ લેવા માગતા દર્દીઓને શિવાનંદ મિશન જનરલ એન્ડ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ (જયંત કે.જી.સોસાયટી, આનંદ બંગલા ચોક પાસે, મવડી મેઈન રોડ, રાજકોટ ફોન નં.૨૩૬૫૦૦૫ મો.૯૭૧૪૫ ૦૧૫૦૧ ખાતે નામ નોંધાવી દેવા. વધુને વધુ લોકોને કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ટ્રસ્ટનાં પ્રોજેકટ ઈન્ચાર્જ અને જાણીતા યુરોલોજીસ્ટ ડો.સુશિલ કારીઆએ જણાવ્યું છે કે, આ કેમ્પમાં ન્યુરોસર્જન ડો.રાજેન્દ્ર ત્રિવેદી, ડો.પુનિત ત્રિવેદી, યુરોસર્જન ડો.સુશિલ કારીઆ, પ્લાસ્ટીક સર્જન ડો.ભૌમિક ભાયાણી, કાર્ડીયોલોજીસ્ટ ડો.જગદીશ ધકાણ, ફિઝીશયન ડો.રાજીવ મિશ્રા, ન્યુરોફિઝીશ્યન ડો.સુધીર શાહ, ઓર્થોપેડીક સર્જન ડો.નિતીન રાડીયા, ઈ એન્ડ ટી સર્જન ડો.ચંદ્રકાન્ત ચોકસી, ડો.ઉમંગ શુકલ, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.શ્વેતા ત્રિવેદી, ડો.હિના પોપટ, ડો.પ્રતિક્ષા દેસાઈ, જનરલ સર્જન ડો.સુનિલ પોપટ, ડો.બંકિમ થાનકી, આંતરડાનાં રોગનાં નિષ્ણાંત ડો.ગજેન્દ્ર ઓડેદરા, બાળરોગ નિષ્ણાંત ડો.ધર્મેશ ઓઝા, ડો.મહેશ મહેતા, સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો.કેનીથ પટેલ, ઓર્થોડોન્ટીકસ ડો.અનિશ કારીઆ સહિત વિવિધ રોગનાં નિષ્ણાંત તબીબો સેવા આપશે. આ ઉપરાંત મુંબઈથી ખાસ ડો.અતુલ શાહ કેમ્પમાં સેવા આપશે. ડો.અતુલ શાહ પેઈન મેનેજમેન્ટનાં નિષ્ણાંત છે. તેઓ છેલ્લાં ૩૫ વર્ષથી બાયો એનર્જી થેરાપી દ્વારા અનેક રોગની સફળ સારવારનો અનુભવ ધરાવે છે. કેમ્પમાં આવતા દર્દીને જરૂરીયાત મુજબ લેબોરેટરી ટેસ્ટ, એકસ-રે વગેરે ટેસ્ટ પણ રાહત ભાવે કરી આપવામાં આવશે.

હેલ્થ કાર્ડ વિતરણ: સૌરાષ્ટ્ર મેડિકલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શિવાનંદ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા સમાજનાં બહોળા વર્ગનાં લાભાર્થે શરૂ કરાયેલ અદભુત સામાજીક તબીબી સહાય યોજના માટેના હેલ્થ કાર્ડનું પણ આ પ્રસંગે વિતરણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત રૂ.૨૦૦/- ટોકન ફી ભરી દર્દી વર્ષ દરમિયાન ૧૨ વખત શિવાનંદ હોસ્પિટલનાં કોઈપણ તબીબ પાસે ક્ધસલટેશન કરાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.