૨૮ ફેબ્રુઆરીના રોજ પાંચ દુલ્હા દુલ્હનની સમુહશાદી કરવામાં આવશે. આ સાથે રકતદાન કેમ્પનું પણ આયોજન: કમિટિના હોદેદારો ‘અબતક’ને આંગણે
ખીરાપીર ડાડા ઉર્ષ કમીટી ગામ ગુંદા દ્વારા સુન્ની મુસ્લિમ ખલીફા જુણેજા પરિવાર દ્વારા ૨૮ ફેબ્રુ.ને ગૂરૂવારના રોજ ત્રીજો સમૂહ શાદીનો કાર્યક્રમ મોહનભાઈ સરવૈયા કોમ્યુનિટી હોલ, ૮૦ ફૂટ રોડ ભાવનગર રોડ, રાજકોટ ખાતે યોજાશે. આ સમુહ શાદીમાં ૫ દુલ્હા-દુલ્હન લગ્ન ગ્રંથીથી જોડાશે. જેમાં કાર્યકમમાં ૨૭ ના રોજ રાત્રે ૧૦ કલાકે મિલાદ શરીફ તેમજ ૨૮ ના સવરે ૬ થી ૮.૩૦ કલાકે મહેમાનોને ચા નાસ્તો તથા સવારે ૧૦ કલાકે, નિકાહ પઢાવવામાં આવશે. તથા સવારે ૧૧.૩૦ કલાકે સમુહ ભોજનનો કાર્યક્રમ યોજાશે. તેમજ સામાજીક જવાબદારીના ભાગ રૂપે તા. ૨૮ના સવરે ૯ થી બપોરના ૨ સુદી રકતદાન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં વધુમાં વધુ લોકોએ રકતદાન કરવા જુણેજા પરિવાર અને સમુહ શાદી કમીટીએ અનુરોધ કર્યો છે. આ પ્રસંગે દાતાઓ તરફથી રોકડ તથા ગૃહઉપયોગી વસ્તુઓ આપવામા આવેલ છે.
આમંત્રીત મહેમાનો મોહનભાઈ કુંડારીયા, સાંસદ રાજકોટ,કેસરિસિંહ વાંકાનેર સ્ટેટ, જીતુભાઈ સોમાણી, ગુલમહંમદભાઈ બ્લોચ, ગનીભાઈ દેકાવડિયાઆ મહાનુભાવો ઉપસ્થિત રહી દુલ્હા દુલ્હનને આશિષ પાઠવશે. આ સમગ્ર કાર્યક્રમને લઈ કાર્યકરોએ અબતકની મુલાકાત લીધી.
આ સરાનીય કામગીરી ખીરાપીર ડાડા ઉર્ષ કમીટીના પ્રમુખ જુણેજા અબ્દુલભાઈ મંત્રી વાંકાનેર, ઉપપ્રમુખ જુણેજા ગફારભાઈ જુમાભાઈ મોટાવડા, મંત્રી જુણેજા ઈબ્રાહીમભાઈ વલીભાઈ વાંકીયા, સહમંત્રી જુણેજ લતીફભાઈ કાસમભાઈ સુરત, ખજાનચી જુણેજા રફીકભાઈ સતારભાઈ લોધીકા તેમજ કમીટીના સભ્ય જુણેજ અનવરભાઈ જુસબભાઈ રાજકોટ, જુણેજા રફીકભાઈ હાસમભાઈ રાજકોટ,જુણેજા અલતાફભાઈ ગુલમહંમદભાઈ જૂનાગઢ, જુણેજા રજાકભાઈ જુસબભાઈ જામદાદર, જુણેજા જાવીદભાઈ દાઉદભાઈ જૂનાગઢ, વસા શફીકભાઈ ઓસ્માણભાઈ રાજકોટ, લધડ રફીકભાઈ અલારખાભાઈ પંચાસર હોદેદારો તથા સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.