- મારો મત નવા ભારતના નિર્માણ અંતર્ગત રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા બોકસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન
- તા.28થી ત્રણ દિવસીય 16 ટીમ વચ્ચે વિરાણી હાઈસ્કુલ ખાતે સટાસટ્ટી; વકીલોમાં અનેરો ઉત્સાહ
રાજકોટ શહેરના ટાગોર રોડપર આવેલ વિરાણી હાઈસ્કુલ ખાતે આગામી તા.26 એપ્રીલથી ત્રણ દિવસ સુધી બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટનું શહેર ભાજપ લીગલ સેલના માર્ગદર્શન હેઠળ યીુવા લીગલ સહાયક ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે લીગલ સેલની ટીમે અબતક મિડીયા હાઉસની મુલાકાત લઈ વિસ્તૃતથી કાર્યક્રમ અંગે જાણકારી આપી હતી.
ચુંટણી ને લોકશાહીના સૌથી મોટા પર્વ તરીકે યોજનાર આગામી લોકસભાની ચુંટણીમાં સૌથી વધુ યુવા મતદારો નોંધાયા છે.યુવા મતદારો પોતાનો પ્રથમ વખત મત આપવા જઈ રહયા છે.ત્યારે યુવા, મહીલા મતદારોમાં જાગૃતી આવે અને મતદારો પોતાના મતાધીકારનો વધુમાં વધુ ઉપયોગ કરે અને મારો મત ભારતના નીર્માણ ને મત એવા હેતુ સૌ જંગી મતદાન કરે અને લોકશાહીના આ પર્વની ઉજવણી કરે તેવા હેતુથી શહેર ભાજપ લીગલ સેલ ના માર્ગદર્શન હેઠળ ભાજપ યુવા લીગલ સેલ સહાયક ટીમ દવારા યુવા એડવોકેટો માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમ વાર આગામી તારીખ :- 26/04 થી 3 દિવસ દરમ્યાન સાંજે વીરાણી હાઈસ્કુલ ના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે. યુવા વિકલોમાં આ ટુર્નામેન્ટમાં જોડાવવા માટે ખુબજ ઉત્સાહ દેખાઈ રહયો છે. આ બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 ટીમો ભાગ છે. તેમાં 5 – 5 મેચ 2 દિવસ માટે રમાશે રવીવારે સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ રમાડવામાં આવશે શહેર ભાજપ અને ભાજપ લીગલ સેલ વચ્ચે મેચ રમાશે અને મહીલાઓની ટીમ વચ્ચે ટુર્નામેન્ટ રમાડવામાં આવશે.
ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવના હસ્તે ડ્રો મુજબ વીવીધ ટીમો વચ્ચે મેચ રમાડવામાં આવશે જેમાં વીજેતા ટીમો શીલ્ડ અને ઈનામો આપવામાં આવશે ઉપરાંત તટસ્થ રીતે મેચ રમાઈ તે માટે પ્રોફેશ્નલ એમ્પાયર મેચનુ એમ્પાયરીંગ કરશે. આ ટુર્નામેન્ટમાં રાજકોટ ખાતે પ્રેકટીસ કરતા યુવા વકિલો માત્ર પ્રોફેશનલ ની સાથોસાથ મનોરંજન તેમજ આનંદમય વાતવારણમાં ટુર્નામેન્ટમાં ભાગ લ્યે તેવા હેતુથી યોજાયેલ આ ટુર્નામેન્ટમાં યુવા મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતીકેળવાઈ તેવા હેતુથી આ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવેલ છે. . જયુડીશ્યરી ક્ષેત્રે જરૂરી ધરખમ ફેરફારો લાવી મોટી દેશ સેવા, જનસેવા કરેલ છે. વર્ષોથી પેન્ડીગ કેસોનો ફાસ્ટટ્રેક કોર્ટો દવારા ઝડપી નીકાલ, અંગ્રેજો દવારા સ્થપાયેલા કાયદાઓમાં પ્રવર્તમાન સમય ને ઘ્યાનમાં રાખીને અનેક સુધારાઓ ભારતીય ન્યાય સંહીતા, ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા અને ભારતીય સાક્ષ્ય અધીનીયમ બનાવ્યા છે
ભારતીય નાગરીકો ની સુરક્ષા, ઝડપી ન્યાય માટે કટીબધ્ધ ભાજપ ન્યાયતંત્રને નવુ બળ પુરૂ પાડે તેવા નીર્ણયો લઈ ભારતના ન્યાયતંત્ર ને એક નવી દીશા આપવા હંમેશા કટીબધ્ધ રહે છે.આ નવીનતમ બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટ માં જોડાવવા, નીહાળવા માટે ટીમને પ્રોત્સાહન આપવા તેમજ પ્રેરક બળ પુરૂ પાડવા માટે રાજકોટના વકીલો મોટી સંખ્યામાં હાજર રહે તે માટે શહેર ભાજપ લીગલ સેલના ક્ધવીનર પીયુષભાઈ શાહ, સહ ક્ધવીનર કમલેશભાઈ ડોડીયા અને સમગ્ર કોર કમીટી દવારા સહ નીમંત્રણ પાઠવેલ છે.
આ બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ.બનનાવવા રાકેશભાઈ ગોસ્વામી, ધર્મેશભાઈ સખીયા, રક્ષીતભાઈ કલોલા, ભાજપ યુવા લીગલ સહાયક સેલ ના ક્ધવીનર અભિષેક શુકલ, સહક્ધવીનર સાગર હપાણી, પાર્થરાજસીહ ઝાલા, નીશાંત જોપી, કીશન રાજાણી, રવી ધ્રુવ, હીમાલય મીઠાણી, હીત અવલાણી, મીત સોમૈયા, આનંદ રાધનપુરા, જીતેશ રાઠોડ, ભુમીકા પટેલ, હેમલ ગોહેલ, ચેતન ચોવટીયા, પ્રતીક વ્યાસ, રીતીન મેંદપરા, કેવલ પુરોહીત, રવી લાલ, કરણ ગઢવી, રાહુલ મકવાણા, ભાર્ગવ બોડા, મીલન મેનોરા, પ્રદીપ પરમાર, અજયસીહ ચુડાસમા, પ્રશાંત 4541 રૂપારેલીયા, હુશેન હેરંજા, અલય ખખ્ખર, મૌલીક જોષી, સ્મીત પારેખ, ભાર્ગવ સોષી, ચાંદની પુજારા ભાજપ લીગલ સેલ મીડીયા ઈન્ચાર્જ પારસભાઈ શેઠ વીગેરે હાજર રહી વીગતો આપેલ હતી. વીરાજસિહ રાઠોડ, મનન ભીમાણી પૂનમ પટેલ અને ધર્મિષ્ઠાબા ઝાલા સહિત જહેમત ઉઠાવી રહા છે.