અકસ્માત વીમા કવચ કેમ્પનું આયોજન
માંગરોળમાં પોસ્ટ ઓફિસ દ્વારા અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત અકસ્માત વીમા કવચ કેમ્પ નુ આયોજન કરાયું હતું .ભારત સરકાર અંતર્ગત પોસ્ટ વિભાગ દ્વારા અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ ગુજરાત સહિત માંગરોળ વિસ્તારમાં કેમ્પ શરુ કરાયા છે આયૉજનનૉ લાભ 18 થી 65 વર્ષના દરેક વ્યકિત લઇ શકશે.
આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ ફક્ત પોતાના આધાર કાર્ડના નંબર અને મોબાઇલ નંબર અને માત્ર 499 માં 10 લાખનો અકસ્માત વીમા પોલિસીનો લાભ લઈ શકે છે. હાલ આ કેમ્પ માંગરોળ /માંગરોળ બંદર પર શરુછે ત્યારબાદ શીલ અને માધવપુર માં આ કેમ્પ યોજાશે તેમજ આ આ યોજનાથી માહિતગાર કરવામાં આવશે સાથે આ સુવિધા ગુજરાતની કોઈપણ પોસ્ટ ઓફિસમાં પણ ઉપલબ્ધ છે.
આ યોજના અંતર્ગત રૂ.499ના વાર્ષિક પ્રીમિયમમાં દુર્ભાગ્યે કોઈપણ અકસ્માતથી મૃત્યુના સંજોગોમાં રૂ.10 લાખ તેમજ શારીરીક ખોટ ખાપણ સમયે 1 લાખ જેટલી રકમ લાભાર્થીને મળવાપાત્ર છે. બાળકો માટે રૂ.1 લાખ સુધી અભ્યાસ સહાય સહિતના અન્ય લાભ તો ખરા જ. પોસ્ટ ઓફિસની આ વીમા પોલિસી રોજમદારો કારીગરો અને મધ્યમવર્ગીય પરિવારની સલામતી સુનિશ્ચિત કરી સહારારૂપ બની શકે છે.