Abtak Media Google News

અબતકની શુભેચ્છા મુલાકાતે ચારણ સમાજ અગ્રણીઓ

આઈશ્રી સોનલમાની શતાબ્દી હોવાથી દર મહિને 12-બીજ નિમિતે ખોડીયારનગર ગોંડલ રોડ જકાત નાકા પાસે ગીતા નગર7 ના ખુણે ભવ્ય આયોજન દર મહિને કરવામાં આવે છે. તા.18-8-2023 ને શુક્રવારના રોજ 8મી બીજનું આયોજન કરવામાં આવ્યુ છે. અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા પ્રકાશભાઇ કવલે કાર્યક્રમમાં સુપ્રસીધ્ધ કલાકારો મેરાણભાઈ ગઢવી, આદિત્ય ગઢવી (ખડીયા) કવી (કેદાન) તથા વાલાભા ગઢવી પોતાની આગવી શૈલીમાં માજગદંબાની વંદના કરશે. રાત્રીના 7-00 વાગ્યે મહાપ્રસાદ પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે.

મહાપ્રસાદના દાતાશ્રી મુકેશભા બાબુભા કવલ મુળ ગામ ધ્રોળયા હાલ રાજકોટ તરફથી આપવામાં આવશે, તો કાર્યક્રમમાં ચારણ ગઢવી સમાજને તેમજ સોનમાને માનનારા તમામ ધાર્મીક જનતાને ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવે છે.અબતકની શુભેચ્છા મુલાકાતે પ્રમુખ પ્રકાશભાઈ કવલ, ઉપપ્રમુખ મહીપતભા ગઢવી, મંત્રી પ્રવિણભા વડગામા, હમીરભા ગુંઠડા, રવીરાજ નાગૈયા, કનુભા સાબા, રણજીતભા બળદા, દેવરાજભા બળદા, કાળુભા રતન, લાભુભા રતન, નારૂભા ભોસળીયા, રવીરાજભા ગોલ, ભરતભા નાગૈયા, શાંતીભા રતન, કરશનભા બદશી, મનોજભા ગઢવી, લાલાભા જીવાભા ભાસડીયા, સંજયભા બળદા, દેવકરણભા મધુડા, પ્રવિણભા મધુડા, કેશુભા મધુડા, શૈલેશ સાબા, અજીતભા કેવલ, પ્રવિણભા બાવડા, કિશોરભા બાવડા, લાભુભા બાવડા, કરણભા બાવડા, યોગેશભા બાવડા વિગેરે 100 થી વધુ સભ્યો યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમમાં સમગ્ર ભાવિકાને લાભ લેવા જાહેર નિમંત્રણ આપવામાં આવે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.