આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માં ધોરણ ૧ થી ૮ માં નવા અભ્યાસક્રમના અમલીકરણ માટે  ઉપલેટા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના ધોરણ  ૧,૨ (પ્રજ્ઞા) ધોરણ ૩ થી ૫ ગણિત પર્યાવરણ, અને ધોરણ ૬ થી ૮ ના કુલ  ૪૫૦ જેટલા શિક્ષકો માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બી.આર.સી. ઉપલેટા દ્વારા વલ્લભ વિદ્યાલય ઉપલેટા ખાતે શિક્ષક સેવાકાલીન તાલીમનું આયોજન કરેલ. જેમાં સ્માર્ટ ક્લાસના ઉપયોગ દ્વારા ઉપલેટા તાલુકાના લાયઝનશ્રી કાતડ સાહેબ જી.શી.તા.ભ.- રાજકોટ સાથે વિડીયો કોન્ફરસ દ્વારા તાલીમાર્થી ઓને માર્ગદર્શન આપવામાં આવેલ..તેમજ તજજ્ઞો દ્વારા અવનવી પ્રવૃત્તિઓ દ્વારા તાલીમ આપવામાં આવેલ. અને તા. ૨૫-૦૪-૨૦૧૮ ના રોજ ધોરણ ૩ થી ૫ ની તાલીમના પુર્ણાહુતી સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં વલ્લભ વિદ્યાલય માધ્યમિક શાળાના આચાર્યશ્રી નારિયા સાહેબ દ્વારા તાલીમના વર્ગખંડમાં ઉપયોગ અંગે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી છગનલાલ સોજીત્રાએ શિક્ષકોને શિક્ષણના વ્યવસાય અન્વયે અસર કારક અને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમની આભારવિધિ બી.આર.સી. કો.ઓર્ડીનેટર વિજયભાઈ ગજેરા દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી વલ્લભભાઇ સોજીત્રા, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ  કેતનભાઈ સુવા, કેમ્પસ ડાયરેક્ટર  કુંભાણી, વર્ગ સંચાલક પ્રવીણભાઈ ગજેરા, માલદેભાઈ નંદાણીયા તેમજ તાલીમ આપનાર માસ્ટર ટ્રેનરોનો સારો સહયોગ રહ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.