હેવ વિથ હેપીનેસ અને સુરક્ષા સેતુ સોસાયટી (રાજકોટ શહેર પોલિસ) દ્વારા આવતી કાલે તારીખ: ૧૦-૦૨-૨૦૧૮ ને શનિવાર ના રોજ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આજના સમયને આપણી મહાન અને વિશાળ સંસ્કૃતિ તરફ લઇ જવાના નમ્ર પ્રયાસ રૂપે સુંદર કાર્યક્રમ “સંગીત સંધ્યા” નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગના અધ્યક્ષ સ્થાને રાજકોટ શહેર મેયર શ્રી ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને ઉદધાટક રાજકોટ શહેર ભા.જ.પા. પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી રહેશે. પ્રેરણાદાયી રૂપ્તે રાજકોટના જાણીતા સીની. ધારાશાસ્ત્રી અને મેમ્બર ઓફ લો કમિશન ઓફ ઇન્ડિયાના શ્રી અભયભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર પોલિસ કમિશનર શ્રી અનુપનસિંહ ગેહલોત, મારૂતિ કુરિયરના શ્રી રામભાઈ મોકરીયા તેમજ રાજુભાઈ ધારૈયા વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે.
આ કાર્યક્રમને વધુ સુંદર બનાવવા માટે ટી-સીરીઝના પ્રસિધ્ધ પ્લેબેક સિંગર, ગઝલ ગાયક અને શ્રીનાથજી ફેમ રાજકોટના ગૌરવ સમાન શ્રી ભાસ્કરભાઈ શુક્લ અને તેમની ટીમ સાથે ભારતીય સંગીતની રમઝટ, હૃદય સ્પર્શી ગઝલ, દેશભક્તિ ગીત, નવા-જુના ગીત વિગેરે દ્વારા પ્રેક્ષકોને આકર્ષિત કરશે, સાથે સાથે શિવ ડાન્સ એકેડમીના મેહુલભાઈ જોષી તેમજ કલાકારો દ્વારા ગણેશ સ્તુતિ અને થીમ બેઇઝ સુંદર ડાન્સની કૃતિ રજુ કરવામાં આવશે.
કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય આર્મી, નેવી, એરફોર્સના માજી સૈનિકો અને જે સૈનિક સરહદ પર શહીદ થયા છે એમના પરિવારનું સન્માન કરવામાં આવશે. સન્માન સમારંભ આર્મી રીટાયર્ડ કેપ્ટન જયદેવ જોશીના નેજા હેઠળ શિલ્ડ અને મોમેન્ટો આપી કરવામાં આવશે. આ કાર્યક્રમ રાજકોટના હાર્દ સમા વિસ્તાર કાલાવડ રોડ પર આવેલ આત્મીય ઓડીટોરીયમ, આત્મીય કેમ્પસમાં રાખવામાં આવેલ છે. સમય સાંજના ૮:૩૦ કલાકે કાર્યક્રમ શરુ કરવામાં આવશે તો રાજકોટ શહેર જાહેર જનતાને આ સુંદર કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમ માણવા માટે ભાવ ભર્યું આમંત્રણ પાઠવીએ છીએ.
સંગીત સંધ્યાના સુંદર કાર્યક્રમને સફળ બનાવવા માટેશુભેચ્છક સંસ્થાઓ બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ, કે.ડી.કારીયા, સી.જે.ગ્રુપ, હિંદુ યુવા વાહિની, શિવ ડાન્સ એકેડમી, બ્રમ્હાંડ ફાઉંડેશન, સ્ટ્રીટ ન્યુઝ તેમજ હેવ વિથ હેપીનેસના નિશ્ચલભાઈ જોષી, મેહુલભાઈ ધોળકિયા, નૈમિષભાઈ કનૈયા, તૃપ્તિબેન જાદવ તેમજ રાકેશભાઈ શીલુ વિગેરે સભ્યોએ જહેમત ઉઠાવી છે.