ચૂંટણી જીતવા રોડમેપ-એક્શન પ્લાનની ચર્ચા વિચારણા કરવામાં આવશે: ભાનુભાઈ મેતા
રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાની સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ જીલ્લા ભાજપાના સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોનીની વિશેષ ઉપસ્થિતિમાં અને જીલ્લા અધ્યક્ષ ડિ.કે.સખીયાની અધ્યક્ષતામાં તા.૪ ને સોમવાર રાજકોટ જીલ્લાના રાજકોટ, કોટડાસાંગાણી, લોધિકા, પડધરી ખાતે સંગઠનાત્મક બેઠકો રાખવામાં આવેલ છે.
વધુમાં, ભાજપા પાર્ટીનો કાર્યકર કેડર બેઇઝ પાર્ટીનો કાર્યકર્તા છે. પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા લોકોની વચ્ચે રહીને સંગઠનાત્મક કાર્યક્રમ દ્વારા પ્રજાની લોકસેવામાં ખડે પગે રહેતા હોય છે. આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં રાજકોટ જીલ્લા સહીત ગુજરાતની ૨૬ બેઠકો ઉપર ભાજપાનો ભવ્ય વિજય થાય તે માટે મંડલના પ્રભારીઓ, મંડલના હોદેદારો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જઓ, આઈ.ટી.સેલ મિડિયાના ઇન્ચાર્જ, મિડિયા ઇન્ચાર્જ તથા વિવિધ વ્યવસ્થા કમિટીઓની આગામી ચૂંટણીને અનુલક્ષીને સંગઠનાત્મક અને કાર્યક્રમો અંગેની ચર્ચા-ચિંતન-મનન આજે રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે સવારે ૧૧.૦૦ કલાકે કોટડાસાંગાણી ગુરુદત્ત મંદિર ખાતે બપોરે ૨.૦૦ કલાકે લોધિકા ગ્રામ પંચાયત કચેરી, બસસ્ટેશન પાસે ખાતે સાંજે ૪.૩૦ કલાકે નવયુગ સ્કુલ, જકાતનાકા પાસે, પડધરી ખાતે રાખવામાં આવેલ છે.
ઉપરોક્ત ચર્ચા બેઠકમાં ૨૦૧૯ લોકસભાની ચૂંટણી જીતવા માટેનો “રોડમેપ અને એક્શન પ્લાનની ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ બેઠકોમાં અપેક્ષિત કાર્યકર્તાઓએ સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ છે.