૪૯મું ગુજરાત પ્રદેશ અધિવેશનમાં અમદાવાદ, સુરત, બરોડા, જુનાગઢ સહિતના તમામ જીલ્લાઓમાંથી ૬૫૦થી વધુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ૪૯મું ગુજરાત પ્રદેશ અધિવેશન ડી.એચ.કોલેજના મેદાન પર શુક્રવારથી શરૂ થયું છે. ત્રણ દિવસ ચાલનાર આ અધિવેશનમાં અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા, પાટણ, ભાવનગર, જુનાગઢ સહિતના તમામ જીલ્લાઓમાંથી ૬૫૦થી વધુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે.
ઉદઘાટન સમયે એબીવીપીના રાષ્ટ્રીય પદાધિકારીઓ સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થી છે. જેથી બધાએ પોતાની જવાબદારી ઈમાનદારીથી નિભાવી જોઈએ તેમ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું. ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાને પ્રમુખ સ્વામીનગરના આપવામાં આવ્યું છે. સભાખંડને ભગીની નિવેદિતા નામ આવ્યું છે. અધિવેશનનું ઉદઘાટન ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના કુલપતિ પ્રો.નવીનભાઈ શેઠ, સાહિત્ય કલાકાર સાંઈરામ દવે, એબીવીપીના રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી કે.રઘુનંદનજી, પ્રદેશ અધ્યક્ષ રવિસિંહ ઝાલા, પ્રદેશ મંત્રી નિખીલભાઈ જોઠિયા, સ્વાગત સમિતિના અધ્યક્ષ રામભાઈ માંકરીયા તથા સ્વાગત સમિતિના મંત્રી ભાર્ગવભાઈ ઠાકર સહિતના અગ્રણીઓએ દિપ પ્રાગટય કર્યું હતું. આ પ્રસંગે અધિવેશનના ઉદઘાટકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કલીપ દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદને સંબોધી અધિવેશન કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે ઉદઘાટક જીટીયુના કુલપતિ નવિનભાઈ શેઠએ જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થી સંગઠન રાજકારણ સાથે જોડાયેલું છે. માત્ર એબીવીપી જ એક જ સંગઠન એકેય રાજકારણ સાથે જોડાયેલુ નથી અને વિદ્યાર્થી સર્વાંગી વિકાસ માટેની યોજના જણાવી અને આ ભારત માતા એક જમીનનો ટુકડો નથી એવું કહ્યું. અધિવેશનના અતિથિ વિશિષ્ટ સાંઈરામ દવેએ જણાવ્યું હતું કે, આજના યુવાનોએ રોલમોડલ હુમાયુ નહીં હનુમાનજી હોવા જોઈએ અને વિદ્યાર્થી કટર નથી બનવું પરંતુ ટટાર બનવું જોઈએ અને ગુજરાતના ક્રાંતિકારીઓ અને સિંહ પુરુષ જેવા પુસ્તકોની સલાહ આપી હતી. રાષ્ટ્રીય સહ સંગઠનમંત્રી કે રઘુનંદનજીએ સંબોધતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ર્ન રાખવા અને તેમનું નિવારણ જણાવ્યું એમને જણાવ્યું કે બધાનો વિકાસ થાય છે તો સ્કૂલ કે કોલેજના કલાસમાં કેમ નહીં ? એ વાત ઉપર ભાર મુકયો અને ચુંટણી માટેની જીજ્ઞાશા વિદ્યાર્થીઓએ જાળવવી જોઈએ.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ ૪૯મું પ્રદેશ અધિવેશન ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાં ચાલુ છે જેમાં તા.૨૦ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ સાંજે ૪ વાગ્યે શોભાયાત્રાનું આયોજન કરેલ છે. જેમાં ૮૦૦ થી ૧૦૦૦ જેટલા વિદ્યાર્થી નેતાઓ અને પ્રાધ્યાપકો જોડાયને રાજકોટના માર્ગ પર ભગવો લહેરાવશે ત્યારબાદ સાંજે ૬ વાગ્યે ત્રિકોણબાગ ખાતે જાહેરસભા આયોજાશે. જેમાં હિમાલયસિંહ ઝાલા, વિશાલભાઈ ગજ્જર, રામભાઈ ગઢવી, વિમલભાઈ રાઠોડ, વમેન્દ્રસિંહ ચૌહાણ પ્રદેશમંત્રી, નિખીલભાઈ મેઠીયા તથા આપણા રાષ્ટ્રીય મંત્રી રોહિતજી મિશ્રા પોતાના વિષયો મુકશે.