મંગળ વિશે સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોને ૪૦૦ કરોડ વર્ષ પહેલાના ઓર્ગેનિક નાઈટ્રોજન મળી આવ્યા છે. આ સંશોધનથી એવું કહી શકાય કે મંગળ પર જીવન શકય બની શકશે.જાપાનની ટોકયો ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના અર્થળાઈફ સાયન્સ ઈન્સ્ટીટયુટનાં વૈજ્ઞાનિક આત્સુકો કોવાયશ્ત અને જાપાન એરોસ્પેસ એકસપલોરેશન એજન્સીની ઈન્સ્ટીટયુટ ઓફ સ્પેસ અને એસ્ટ્રોનોસકલ સાયન્સના સંશોધન વૈજ્ઞાનિક નિમુત્હો કોકે મંગળની ઉલ્કામાં નાઈટ્રોજન ધરાવતા કાર્બનિક સંયોજનો મળ્યા છે.
કાર્બોનેટ ખનીજ ભૂગર્ભ જળમાંથી જ મળ છે. મંગળ પરનાં નાઈટ્રોજન ધરાતા કાર્બનિક સંયોજનો ૪૦૦ કરોડ વર્ષ જૂના હોવાનું વૈજ્ઞાનિક સંશોધનમાં બહાર આવ્યું છે. આના પરથી એ કહી શકાય કે મંગળ પર અગાઉ ત્યાં પાણી હોવું જોઈએ અને ત્યાં માનવ વસવાટ શરૂ કરી શકાય.
વૈજ્ઞાનિકો દસકાઓથી મંગળ પર ઓર્ગેનિક સંયોજનો છે કે નહી અને છે તો તેના સ્ત્રોત શું છે તે વિશે સંશોધનો કરી રહ્યા છે.મંગળની સપાટી પરથી વિખૂટા પડેલી કેટલીક ઉલ્કાઓ આકાશમાં ફેકાઈ હતી અને તેમાંથી કેટલીક ઉલ્કાઓ અવકાશમાંથી પૃથ્વી પર પડી હોવી જોઈએ.
આવી કેટલીક ઉલ્કાઓ પરથી મંગળ અંગેની માહિતી મળી શકે તેમ છે. આવી જ એક ઉલ્કા એન્ટાર્કટિકા ખાતે ૧૯૮૪માં મળી આવી હતી. અને તેનું અલાન પર્વત નામ અપાયું છે. જે મંગળના ગ્રહ વિશે સંશોધન કરવામાં ઉપયોગી બની શકે તેમ છે. એન્ટાર્કટીકામાં બરફ અને પાણી હોવાથી મંગળની ઉલ્કાઓ ખરેખર મંગળ પરથી આવી છે કે કેમ? તે નકકી કરવામાં મુશ્કે પડતી હતી. જીવન માટે કાર્બન ઉપરાંત નાઈટ્રોજન જરૂ રી છે.
અલાન પર્વત એએલએલ ૪૦૦૧ પર નાઈટ્રોજનનું પ્રમાણ અગાઉ કેટલીક પર્યાકૃતીઓને લીધે માપી શકાતું નહતુ પણ હવે આ સંશોધન પધ્ધતથી જાણવા મળ્યું છે કે અલાન પર્વતના ૪૦૦ કરોડ વર્ષ પૂર્વે ઓર્ગેનિક નાઈટ્રોજન ધરાવતા ખડકો છે.