પ્રથમ વર્ષે ઓછી ઉપજ સાથે પાણીનો વપરાશ ઓછો થાય છે ત્યારબાદ ખેડુતોને મળે છે મબલખ ઉત્પાદન
સતત ટેકનોલોજીમાં જે આવિષ્કાર થઇ રહ્યા છે તેને ધ્યાને લઇ અનેક ક્ષેત્રમાં ક્રાંતિ પણ સર્જાઈ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ખેતી ક્ષેત્રમાં લોકોનો હવે ઓર્ગેનિક ફાર્મિંગ પરનો ભરોસો દિનપ્રતિદિન વધી રહ્યો છે અને તેને લઈને સરકાર દ્વારા નવીનતમ યોજનાઓની સાથે નવી ટીમની પણ અમલવારી શરૂ કરવામાં આવી છે.
આગામી સમયમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવશે અને તેને ધ્યાને લઇ સરકાર જાગૃતિ અભિયાન પણ હાથ ધરશે. ખેતી મંત્રાલય ના મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે હાલ જે રીતે પ્રાકૃતિક ખેતી નો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે તેને ધ્યાને લઇને આગામી સમયમાં નીતિ આયોગ દ્વારા એક વિશેષ રોડમેપ તૈયાર કરવામાં આવશે અને પ્રાકૃતિક ખેતી તરફ લોકોનો ઝુકાવ વધારવા માટે સરકાર દ્વારા તમામ જરૂરી પ્રયત્નો પણ હાથ ધરાશે.
ગુજરાત સહિત ચાર માં ત્રણ રાજ્યોમાં પ્રાકૃતિક ખેતી નું મહત્વ વધી રહ્યું છે અને હાલ આશરે ચાર લાખ હેક્ટર જેટલી જગ્યામાં ઓર્ગેનીક ફાર્મીંગ પણ ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે આવનારા સમયમાં સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ ને ધ્યાને લય ખેડૂતોને યોગ્ય વળતર મળે અને તેઓની આવક બમણી થાય તે લક્ષ્યને સિદ્ધ કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ને અમલી બનાવવામાં આવશે. પરંપરાગત કૃષિ વિકાસ યોજના અને નીતિ આયોગ સંયુક્ત રીતે આગામી સમયમાં પ્રાકૃતિક ખેતી માં સફળ થયેલા ખેડૂતો ની સક્સેસ સ્ટોરી અન્ય ખેડૂતો સમક્ષ ઉજાગર કરશે અને સરકારની વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ કેવી રીતે મેળવી શકાય તે દિશામાં દિશા નિર્દેશ પણ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 37 લાખ હેકટર જેટલી જગ્યા અને પ્રાકૃતિક ખેતી માં ઉપયોગમાં લેવા માટે નિર્ધારીત કરવામાં આવેલી છે તે પૈકી હાલ ચાર લાખ હેક્ટર જેટલી જગ્યા પ્રાકૃતિક ખેતી માં ઉપયોગમાં લેવાઇ રહી છે અને તે પણ પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ લાવવામાં આવતા ખેડૂતોને તેનું બમણો લાભ પણ મળી રહ્યો છે બીજી તરફ સરકારનું માનવું છે કે જે ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી ની અમલવારી શરૂ કરવામાં આવેલી છે તેનાથી તેનો ઉત્પાદન ખર્ચની સાથોસાથ જમીનમાં પાણી નો ઉપયોગ દર પ્રતિ વર્ષ ઘટતું રહે છે જેનાથી ખેડૂતોની આવક બમણી થવા માટેના જે આશા વધી છે તે પણ સતત વધતી જોવા મળી રહી છે.
છેલ્લા લાંબા સમય થી લોકો ને જે રીતે કેમિકલ યુક્ત ખાદ્ય ખોરાક નો આહાર લેવો પડતો હતો તેનાથી ઘણી વિકટ પરિસ્થિતિનો સામનો લોકો દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આગામી સમયમાં તે સ્થિતિ ઉદભવી થાય તેના માટે સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી ને વધુ ને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને તે દિશામાં સરકાર અને ખેત મંત્રાલય દ્વારા પણ સતત કાર્યો હાથ ધરાઇ રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ એ લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવેલો છે કે ખેડૂતોની આવક દિન-પ્રતિદિન બમણી કેવી રીતે થઈ શકે અને ખેતી માં ટેકનોલોજી નો ઉપયોગ વધુ ને વધુ કઈ રીતે થાય તે દિશામાં સતત પ્રયત્ન હાથ ધરાશે અને આગામી વર્ષોમાં ખેતીને એક ઉધ્યોગ નો દરજ્જો મળે તે દિશામાં પણ કાર્ય કરવામાં આવશે.