આજે ‘રાષ્ટ્રીય અંગદાન’ દિન
આજે “રાષ્ટ્રીય અંગદાન દિન છે. મગજમૃત વ્યકિતના હૃદય, ફેફસાં, કિડની, લીવર, પેન્ક્રીયાસ, નાનું આતરડું જેવા અંગો, આ જ અંગોના સંપૂર્ણ નિષ્ફળ જવાથી જે દર્દીઓ મરણમુખ છે તેવાં દર્દીઓના શરીરમાં રોપવા માટે અંગોનું દાન થઈ શકે છે. આ પ્રક્રિયાને તબીબી વિજ્ઞાન એટલે કે મગજમૃતનાં અંગોનું પ્રત્યારોપણ એ નામે ઓળખાય છે. આધુનિક તબીબી વિજ્ઞાને માનવજાત માટે કરેલી આ અદભૂત અનુકૂળતા છે. સામે આવીને ઉભેલા મૃત્યુને હાત કરવાનો આ કિમીયો છે. એ માટે સૌથી આવશ્યક છે મગજમૃત (બ્રેઇન ડેડ) વ્યકિતનાં અંગોનું દાન. કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદભૂત ભેટ છે. માનવીનું તંદુરસ્ત જીવન આ બધા અવયવો સાબૂત હોય અને સ્વસ્થતાથી પોતાનું કામ કરતા હોય તેના પર આધારીત છે. વિજ્ઞાને આ અવયવોની ખરાબ અવસ્થામાં પણ માનવીનું જીવન યથાવત રહે તે માટે ઘણી શોધો કરી છે. કૃત્રિમ વ્યવસ્થાઓ મશીનોની શોધો તો કરી છે. પણ તોય કુદરતી અવયવોનું સ્થાન એ કૃત્રિમ મશીનો અત્યારે તો લઈ શકે તેમ નથી. પણ વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાને એક લાજવાબ વ્યવસ્થા ઉભી કરી છે અંગ પ્રત્યારોપણની. જીવંત અવયવો જો મળી જાય ને જેના અવયવો કામ નથી કરતા એવી વ્યકિતમાં તેનું પ્રત્યારોપણ થાય તો એ વ્યકિતને નવું જીવન મળે છે. આ માટે જરૂર પડે છે માનવીનાં અંગોની. આ અંગોની સતત ખેંચ હોય એ સ્વાભાવિક છે. કેટલાંક દર્દીઓને તેમના સગાસ્નેહીનાં અંગ મળી જતાં હોય છે, પણ આ મુખ્ય અંગોની ગંભીર માંદગીવાળા હજારો દર્દી એવાં અંગો માટે તરસતાં હોય છે. બીજી તરફ માર્ગ અકસ્માત, બે્રઇન હેમરેજ કે અન્ય રીતે તંદુરસ્ત વ્યકિતના મગજને ગંભીર ઇજાઓ પહોંચે ત્યારે ઘણા બધાં સંજોગોમાં વ્યકિતનું મગજ નકામું થઇ જાય છે. તબીબી ભાષામાં એ વ્યકિત બે્રઇન ડેડ ગણાય છે. આવી વ્યકિતનાં કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં જેવા અંગો તદન સાબૂત અને જીવંત હોય છે. જો એ અંગો કાઢીને જેનાં આવા અંગો નિષ્ક્રીય થઈ ગયા છે તેમને અપાય તો તેમની જીંદગી બચી શકે છે. આ કાર્ય એટલે કે કેડે વર ઓર્ગન હાર્વેસ્ટિંગ અથવા કેડેવર ઓર્ગન ડોનેશન તરીકે ઓળખાતું હતું. હવે અંગ્રેજી શબ્દ કેડેવરને બદલે ડીસીઝડ ઓર્ગન તરીકે ઓળખાય છે. ડીસીઝ એટલે મૃતપ્રાય થવું, મરણ પામવું એના પરથી વિશેષણ ડીસીઝડ જેનો અર્થ થાય છે હાલમાં મૃત્યુ પામેલું. સેંકડો વ્યકિતઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીંદગી આપી શકે તેમ હોય છે. આ સમજ સમગ્ર સમાજમાં જેટલી વધુ ફેલાવી શકાય, તેટલાં વધુ અંગદાન થાય તો વધુ ને વધુ લોકોની જીંદગી બચી શકે, નવપલ્લીત થઈ શકે.
તામિલનાડુ રાજયને બાદ કરતાં અન્ય રાજયોમાં આ પ્રવૃતિ તદન ઓછી છે. ખૂબ જ વિકસીત અને વિકાસશીલ ગણાતા ગુજરાતમાં પણ આ સેવા પ્રવૃતિ નહીંવત છે. ભારતમાં અંગદાનનું ચિત્ર સાવ કંગાળ છે. ૨૦૧૩ ના આંકડા મુજબ દર દસ લાખ જણ ૮૫૧ અગદાન થાય છે. એમાં તામિલનાડુના હિસ્સા ૪૫.૫૩ ટકા જેટલા સિહભાગ છે. તામિલનાડુ પછી આંધ્રપ્રદેશનો હિસ્સો ૧૩.૧૬ ટકા અને કેરળનો હિસ્સો ૧૦.૩૨ ટકા છે. આ ત્રણ પૈકી તામિલનાડુ અને આંધ્રપ્રદેશ ઓછાં વિકસીત ગણાય અને કેરળ સાવ ટચૂકડું ગણાય. આ ત્રણે રાજયોનો હિસ્સો આખા દેશના કુલ નામા ૭૧.૪૨ ટકા જટેલા અટલ ક લગભગ પોણા ભાગ જેટલી થાય છે. બાકીના ૨૮.૫૩ ટકામાં આખી દશ.
સૌથી મોટા રાજય ઉતર પ્રદેશનો, પંજાબ, જેવા વિકસીત રાજયોમાં નહીંવત અંગદાન થાય છે. દુનિયામાં ભારત અંગદાનના કિસ્સામાં ખૂબ જ પછાત છે. ભારતમાં મગજમૃત અંગદાન ખૂબ જ ઓછા થાય છે. વિશ્વમાં અંગદાનમાં સૌથી મોખરે ટચૂકડો દેશ કોશિયા છે. જયાં દર દસ લાખે ૩૬.૫ અંગદાન થાય છે. સ્પેનમાં દર દસ લાખે ૩૫ અંગદાન થાય છે. તામિલનાડુ સરકાર અને મોહન ફાઉન્ડેશન જેવાં એનજીઓએ જબરજસ્ત કામ કર્યુ છે. દેશમાં આર્થિક વિકાસ માટે ભલે ગુજરાતમાં ધાર્મિક સંસ્થાઓ, ટ્રસ્ટો, રોટરી કલબ, લાયન કલબ જેવી સેવાભાવી સંસ્થાઓ આ લોકજાગૃતિની પ્રવૃતિ હાથ ધરે તો જેમ રકતદાનમાં ગુજરાતનો આખા દેશમાં ડંકો વાગે છે તેમ થઇ શકે. હજારો દર્દીઓ જે મરણોન્મુખ છે, એમને નવી જીંદગી મળી શકે.