ગુજરાતીમાં કહેવત છે કે અંગદાન મહાદાન… આ આજ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો સૌરાષ્ટ્રમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં ખેડૂતનું બ્રેઈન ડેડ થતા તેના હૃદય લીવર ફેફસા આંખો સહિતના અંગોનું તેણે દાન કર્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર આ ઘટના કેશોદના ખેડૂતની છે જેનું રાજકોટની ખાનગી હોસ્પિટલ જાહેર થતાં પરિવારના સભ્યોએ અંગદાન કરવાની વિચારધારા અપનાવીને મંજૂરી આપી. ડોક્ટર દ્વારા તાત્કાલિક મંજૂરી આપતા તેની સર્જરી કરીને હૃદય બંને ફેફસા બંને કિડની લીવર અને બંને આંખો સહિતના અંગો ગતરાત્રિએ એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા.
કોઈપણ વ્યક્તિ હોય તેનું શરીર નશ્વર છે તેના અંગો પંચમહાભૂતોમાં વિલીન જ થઈ જવાના છે ત્યારે અંગદાન કરીને અને આજની ટેકનોલોજી અપનાવીને બીજા લોકોને જીવનદાન આપવું એક શ્રેષ્ઠ કાર્ય છે ત્યારે દેવાયતભાઈના પરિવારજનોએ આજ વિચારધારા અપનાવીને તે બીજાના શરીરમાં જીવિત રહેશે તેમ સમજીને અંગદાનની મંજૂરી આપી હતી.
શું બની હતી ઘટના ઘટના ??
કેશોદના ખેડૂત દેવાયતભાઈ બાલાસરા જેમની ઉંમર 47 વર્ષ છે તેઓને 28 ડિસેમ્બરના રોજ માથામાં દુખાવો અને તાવ આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તેઓ પોતાનું કામ કરવા લાગ્યા હતા ત્યારબાદ તેમની તબિયત લથડતા તેઓ બેભાન થયા હતા.દેવાયતભાઈ ની તબિયત વધુ ખરાબ થતા બેભાન થયા અને સાથે સાથે આંચકી પણ ઉપડી હતી ત્યારે પરિજનોએ તેમને સારવાર માટે તાત્કાલિક કેશોદ હોસ્પિટલ ખસેડ્યા હતા.હોસ્પિટલમાં સારવાર દરમિયાન સીટી સ્કેન કરતાં ખબર પડી કે તેમને બ્રેન હેમરેજ થયું છે અને તેઓ આગળની સારવાર માટે રાજકોટ હોસ્પિટલ આવ્યા હતા.
સારવાર દરમિયાન મગજની એન્જોગ્રાફી કરતા માલુમ પડ્યું કે તેમની મગજની ધમનીઓ ભૂલી ગઈ છે ત્યારબાદ 30 ડિસેમ્બર ના રોજ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું છતાં પણ તેમની હાલત ગંભીર હતી અંતે દેવાયતભાઈ દમ તોડ્યો અને તેમને બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. દેવાયતભાઈનું બ્રાન્ડેડ થતા ડોક્ટરોએ તાત્કાલિક પરિજનોને જાણ કરી અને જણાવ્યું હતું કે તેમના અંગદાન કરી શકાય તેમ છે ત્યારે પરિવાર એ આ યોગ્ય નિર્ણય લઈને અન્યનું જીવન બચાવ્યું હતું. તેમના અંગ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની હોસ્પિટલમાં મોકલીને ગણતરીની મિનિટોમાં જ જરૂરિયાત મંદ દર્દીઓને આપીને નવજીવન આપવામાં આવ્યું હતું.