શિક્ષક સહિતના તમામ કર્મચારીઓએ હવે સવારના સમયે શાળાએ આવવું ફરજીયાત
રાજ્યમાં હાલ કોરોનાની મહામારીને કારણે સ્કૂલે વિદ્યાર્થીઓ આવતા નથી. આ સ્થિતિમાં બોર્ડ દ્વારા દરેક માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલને તે પછી સરકારી હોય કે સેલફાયનાન્સ હોય, તેમને સૂચના આપવામાં આવી છે કે, સ્કૂલોનું વહીવટી કામ સવારે ૭:૩૦ થી ૧૨ વાગ્યા સુધીમાં જ આટોપી લેવું. આ ઉપરાંત હાલમાં ઓનલાઇન ટીચિંગ ચાલી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને વરચુઅલ ક્લાસની પણ વ્યવસ્થા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા અગાઉ તા.૨૩મીથી સ્કૂલ-કોલેજમાં શેક્ષણિક કાર્ય શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હાલમાં કોરોનાની મહામારીને ધ્યાને રાખી સ્કૂલ-કોલેજ ખુલવાનું મુલતવી રાખવામાં આવ્યું છે.
જો કે સ્કૂલો ખુલ્લી છે પરંતુ વિદ્યાર્થીઓ આવતા નથી. આ સ્થિતિમાં સવારની સ્કૂલ સવારે અને બપોરની સ્કૂલ બપોરે ચાલુ રાખવાનો કોઈ અર્થ રહેતો નથી. જેને લઇ બોર્ડ દ્વારા તમામ સ્કૂલોમાં વહીવટી કામ સવારે જ આટોપી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શિક્ષકોને સ્કૂલે બોલાવાના હોય તો સવારના જ સમયે બોલાવવાના રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ હાલ હોમલર્નિંગ કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા શેક્ષણિક કાર્યક્રમોનું જૂન માસથી પ્રસારણ કરવામાં આવી રહ્યું છે અને તે અઠવાડિયાના ૨૪ કલાક પ્રસારણ આપવામાં આવે છે.
હાલ કોરોનાની મહામારીને ધ્યાને રાખી સરકાર દ્વારા હાલ પૂરતું શાળા-કોલેજો ના ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ શાળાઓમાં ન આવતા હોય સવારની સ્કૂલ કે બપોરની સ્કૂલ હોય તમામે સવારે ૭:૩૦ થી ૧૨ વાગ્યા સુધીમાં જ વહીવટી કામ પતાવી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યાં સુધી કોઈ અન્ય આદેશ ના આવે ત્યાં સુધી રાજ્યભરની તમામ માદયમિક અને ઉચ્ચતર માદયમિક સ્કૂલને આ આદેશનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.