પાલારા જેલમાંથી સોશ્યલ મિડીયામાં પોસ્ટ મુકી પાઠ ભણાવ્યાની ધમકી આપી ‘તી: ગોંડલની જેલમાંથી ગેંગ બનાવી કાળો કારોબારમાં 14 શખ્સો સામે 135થી વધુ ગુના નોંધાયા ‘તા
જેલ ટ્રાન્સફર સામે 1 માસ માટે સ્ટે માગતી અરજી અદાલતે ફગાવી દીધી
ગોંડલની સબજેલમાં રહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓનું ચલાવતા નિખિલ દોંગા અને તેના 13 જેટલા સાગરિતો વિરુદ્ધ 135થી વધુ ગુન્હા નોંધી ખાખીનો રંગ બતાવ્યા હતો. કાળો કાળો કારોબારના મામલે નિખિલ દોંગા અને તેની ગેંગ સામે કાર્યવાહી કરી ભુજની પાલારા જેલમાં ધકેલવામાં આવ્યા બાદ પાલારા જેલમાં સગવળતા મળતી હોવાની પોલીસની ફરિયાદના આધારે અમદાવાદની સાબરમતી જેલ માં હાઈ સિક્યુરિટી ઝોનમાં ખસેડવાનો રાજકોટની ખાસ અદાલતે હુકમ કર્યો છે
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેરના વોરાકોટડા રોડ ઉપર આવેલ સબજેલને જલસા જેલની અંદર જ રહીને નિખિલ દોંગા ગેંગ દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવવામાં આવતું હોય ભાંડો ફૂટ્યા બાદ એએસપી સાગર બાગમાર અને તેમની ટીમ દ્વારા તપાસના ચક્રોગતિમાન કરાયા હતા નિખિલ સાથેના વિજય જાદવ, પૃથ્વી જોશી, નવઘણ શિયાળ, દર્શન સાકરવાડીયા, વિશાલ પાટકર, અક્ષય ઉર્ફે ગીરી દુધરેજીયા, શક્તિસિંહ ચુડાસમા, અજય કુભારવાડીયા, દેવાંગ જોષી, નરેશ સિંધવ, કમલેશ સિંધવ, જેલર ધીરુ કરસન પરમાર અને પિયુષ કોટડીયા સહિતનાઓને ઝડપી લઇ રાજ્યની જુદીજુદી જેલ હવાલે કર્યા હતા બાદ નીખીલ દોંગાને ભૂજની પાલારા જેલમાં રખાયેલો હતા તે સમયે હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો.
પરંતુ ત્રણ જ દિવસની અંદર નીખીલ દોંગાને પકડી પાડવામાં આવતા ફરીથી તેમને ભૂજની પાલારા જેલમાં બંધ હોવા છતાં તેમના ફેસબુક એકાઉન્ટમાંથી ગોંડલના બે ’દબંગ” બાપ દિકરાને પાઠ ભણાવવાની પોસ્ટ મુકાયેલી હતી અને તા. 31/10/2022 ના રોજ તેઓ જેલમાંથી બહાર આવી યોગ્ય પાઠ ભણાવશે તેવી ધમકી આપી હતી. આ મુજબની સોશ્યલ મીડીયામાં પોસ્ટ વાયરલ થતાં ફરીયાદી ડી.વાય.એસ.પી. એ રાજકોટની ખાસ અદાલતમાં અરજી કરી નીખીલ દોંગાને પાલારા જેલમાંથી ખસેડીને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવેલ હતી.
સરકાર વતી સ્પે. પબ્લીક પ્રોસીક્યુટર એસ. કે. વોરાએ રજુઆત કરેલી હતી કે નીખીલ દોંગા ગુજશીટોકના ગુન્હા હેઠળ સરકારની કસ્ટડીમાં નહીં પરંતુ જયુડીશ્યલ કસ્ટડીમાં છે. નીખીલ દોંગાને ભૂજની પાલારા જેલમાં રાખવાનો હુકમ ખાસ અદાલતે કરેલો હતો તેથી સરકારએ ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ-268 હેઠળ ભૂજની જેલમાંથી બહાર ન કાઢવાનો હુકમ કરેલ છે. નીખીલ દોંગાને જેલ ટ્રાન્સફર કરી અન્ય જેલમાં રાખવામાં આવે તો કલમ-268 હેઠળનો બીજો સુધારા હુકમ સરકાર ફરીથી કરવા હકકદાર છે. સરકાર તરફેની આ રજુઆતને અંતે રાજકોટની ખાસ અદાલતે નીખીલ દોંગાને પાલારાની જેલમાંથી ખસેડી અમદાવાદની સાબરમતી જેલમાં હાઈ સિક્યુરિટી ઝોનમાં રાખવાનો હુકમ ફરમાવેલો છે.
આ કેસમાં સરકાર તરફે સ્પે.પબ્લીક પ્રોસીકયુટર સંજયભાઈ કે.વોરા રોકાયેલ હતા.