લોકડાઉનનો કડક અમલ કરાવવા વિવિધ રાજમાર્ગો પર ફલેગ માર્ચ: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ધોમ ધખતા તાપમાં ફરજ બજાવતા કોરોનાના યોધ્ધાઓને નાસ્તો, એનર્જી ડ્રીંકસનું વિતરણ
કોરોનાની મહામારીને ડામવા હેતુ સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉન બે-તબકકા પૂર્ણ થયા બાદ ત્રીજા તબકકાના લોકડાઉનના કડક અમલ કરાવવા ટ્રાફકિ શાળા દ્વારા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફલેગ માર્ચ, લોકડાઉનનો કડક અમલ કરાવવા ચુસ્ત બંદોબસ્ત અને ધામ ધમતા તાપમાં ફરજ બજાવતા કોરોનાના યોધ્ધા સમાન પોલીસ કર્મચારીઓને નાસ્તો અને એનર્જી ડ્રીંન્કસનું વિતરણ કરવામાં આવ્યું છે. વધુ વિગત મુજબ કોરોનાના વાયરસને અટકાવવા ત્રીજા તબકકાના લોકડાઉનનો કડક અમલ કરવવા શહેર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્ર્નર ખુરશીદ અહેમદ દેખરેખ હેઠળ મદદનીશ પોલીસ કમિશ્ર્નર, ટ્રાફિક શાખા બી.એ. ચાવડાના માર્ગદર્શન અને પી.આઇ. એસ.એન. ગડુ સહિતના સ્ટાફ દ્વારા પશ્ર્ચિમ વિભાગ વિસ્તારનાં મુખ્ય માર્ગો જેવા કે રૈયા રોડ, યુનિ. રોડ, ૨૦ જેટલા બુલેટ અને ૧૦ ગાડીઓ અને અન્ય ખાનગી ટુ-વ્હીલર દ્વારા ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ. લોકોને રાત્રીના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી બહાર નહીં નીકળવા અંગેની જાહેરાત કરી તેમજ ૭ રીક્ષા શહેરના જુદા જુદાં વિસ્તારમાં ફેરવી લોકોને જાહેરનામાનો અમલ કરવા તેમજ ઘરમાંથી બહાર નહીં નીકળવા સુચના કરવામાં આવેલી અને જો નાગરીકો તેમ નહીં કરે તો, કાયદેસરના પગલાં ભરવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ફરજ પરના પોઇન્ટના પોલીસ અધિકારી તથા કર્મચારીઓ તમામ પોઇન્ટ ઉપર જાહેરનામાનો અમલ કરવા સુચના આપવામાં આવેલી અને લોકોને પોતાના પોઇન્ટથી શહેરમાં ઇમરજન્સી સેવાઓ સિવાયનાઓને અટકાવવા અને પરત કરવા સુચના કરવામાં આવેલી હતી. અને ચુસ્તપણે અમલવારીની સુચના કરેલી હતી. અને તમામ પોઇન્ટ તથા પેટ્રોલીંગ ગ્રુપ અને ગાડીઓને જાહેરનામા સંબંધી વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલી હતી.
યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા ૪૨ ડીગ્રી તાપમાં ઉભા રહી ફરજ બજાવતાં ટ્રાફિક શાખાના તથા ગાંધીગ્રામ, યુનિવર્સીટી, રાજકોટ તાલુકા, માલવીયાનગર, પ્રધ્યુમન નગર પો.સ્ટે. ના મળી કુલ ૬૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ અને ટ્રાફિક બ્રીગેડને કે.કે.વી.હોલ ચોક ખાતે નાસ્તો તથા એનર્જી ડ્રીંન્કસનું વિતરણ કરવામાં આવેલ હતું. અને લોકોને લોકડાઉન સંબંધી સુચનાઓનો અમલ કરવા અપીલ કરવામાં આવી છે.