ડ્રાફ્ટ પોલિસીમાં કોમન સર્ચેબલ ડેટાબેઝ ઉભો કરવો પડશે
5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી સુધી પહોંંચવા ડેટાની વેલ્યુ કરવી ખૂબ જ જરૂરી
ટેકનોલોજી ક્ષેત્રે સંકળાયેલા તજજ્ઞોએ સરકારના નિર્ણયને આવકાર્યું
અબતક, નવીદિલ્હી
હાલ ભારત સરકાર ટેકનોલોજી ક્ષેત્રે પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા અને પોતાનો પગદંડો જમાવવા માટે સતત મહેનત કરી રહ્યું છે એટલું જ નહીં વિવિધ ક્ષેત્રોને ટેક્નોલોજી સાથે જોડવા માટેના અનેક પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સરકાર દરેક રાજ્યોને આદેશ કર્યો છે કે તેઓએ તેમના ડેટાને જરૂરિયાત મુજબ આપ-લે કરવાની રહેશે જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા ડ્રાફ્ટ પોલીસી પણ બનાવવામાં આવી છે.
આ પોલિસી હેઠળ દરેક વિભાગોને ફરજિયાત જોડી દેવામાં આવશે. જેથી કોઈપણ રાજ્યના કોઇપણ વિભાગને માહિતી જોઈતી હોય તો એ ક્લીક બટન થકી તે માહિતી મેળવી શકશે. આ તબક્કે સૌથી મોટી વાત તો એ છે કે જે રીતે સરકારને કોઈપણ માહિતી મેળવવી તો તેઓને અને પ્રશ્ને સમય વિતાવો પડતો હતો પરંતુ હવે કોઇપણ વિભાગને કોઈપણ માહિતી માત્ર ગણતરીની મિનિટોમાં જ મળી શકશે. કરવા પાછળ સરકારનો મુખ્ય હેતુ એ પણ છે કે વધુને વધુ લોકો જે કરચોરી કરી રહ્યા છે તેના ઉપર અંકુશ મૂકવામાં આવે અને નેટ બનાવવામાં આવે. કાર્ય બાદ હવે કોઇપણ કરદાતા પોતાનો જે કર ભરવાનો હોય તેમાં તેઓ કોઈપણ ગોટાળો કરી શકશે નહીં.
કેટલા સમયમાં ઘણા એવા કરદાતાઓ છે કે જે પોતાનો કરવામાં ચૂકી જતા હોય છે અને જાણી જોઈને જે રકમ ભરવાની હોય તે ભરવામાં આવતી નથી ત્યારે સરકાર દ્વારા જે નવી સિસ્ટમ ઊભી કરવામાં આવેલી છે તેનાથી ઘણા ફાયદાઓ સરકારને મળી રહેશે અને એક નેટ બા કરવામાં આવશે જેમાં કોઇપણ વ્યક્તિ દ્વારા કોઈ ગેરરીતી કરવામાં આવેલી હોય તે ન થઈ શકે. જે ડ્રાફ્ટ પોલીસ રજૂ કરવામાં આવી છે તેમાં સરકાર કોમન સરચેબલ ડેટાબેસ ઉભો કરશે જેનો ઉપયોગ સરકારના કોઈપણ વિભાગ ખૂબ જ સરળતાથી કરી શકશે. તરફ આ કાર્ય બાદ જે ડેટા ને વર્ગીકૃત કરવામાં આવે છે તે પણ સરળતાથી થશે.
હાલ સરકાર દ્વારા જે પોલિસી નું નિર્માણ કરવામાં આવ્યું છે તેમાં પ્રાઈવેટ સેક્ટરને બાકાત રાખવામાં આવ્યું છે. પરંતુ જે ખાનગી કંપનીઓ પોતાના બેટાને ફૂલમાં રાખવા માંગતા હોય તેઓને સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. ભારત દેશ આવનારા સમયમાં 5 ટ્રીલિયન ડોલર ઇકોનોમી સુધી પહોંચવા માટે જે રોડમેપ તૈયાર કર્યો છે જેમાં સૌથી જરૂરી એ છે કે દરેક ડેટા ને યોગ્ય રીતે બોલાવવામાં આવે અને તેની જાળવણી કરવામાં આવે ત્યારે સરકાર દ્વારા લેવામાં આવેલું આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પોલીસી પાછળનો સરકાર નો બીજો સૌથી મોટો હેતુ એ છે કે જે માહિતી આપવામાં આવેલ છે તેને સરળતાથી એક્સેસ કરી શકાય અને જે ડેટા છે તેની ગુણવત્તા અને તેનો વપરાશ પણ ખૂબ સરળતાથી થઈ શકે.
સરકાર દ્વારા જે નવી પોલિસી નું નિર્માણ કરવામાં આવ્યું છે તેમાં જે માહિતી એકત્રિત કરવામાં આવેલી હોય અથવા તો બનાવવામાં આવેલી હોય કે પછી તેને વર્ગીકૃત કરવામાં આવેલી હોય તે તમામ માહિતી કેન્દ્ર સરકાર અને સાથોસાથ નિર્ધારીત થયેલી એજન્સીઓ ને આપવામાં આવશે જેથી તમામ પ્રકારના ડેટા સરળતાથી મળી રહે. ટેકનોલોજી ક્ષેત્રે કાગનો છે તેઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યું હતું અને જણાવ્યું હતું કે આ પૂર્વે પણ સરકારે આ પ્રકારનો માસ્ટર પ્લાન તૈયાર કરી તેનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો જેમાં ધારી સફળતા મળ્યા બાદ સમગ્ર ભારતમાં આ પોલીસી ને અમલી બનાવી છે.