- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે ચોમાસાની સિઝનમાં રાહત બચાવની કામગીરી અને વ્યવસ્થા સંદર્ભે બોલાવી સમીક્ષા બેઠક: અધિકારીઓને ચાર મહિના સતર્ક રહેવા તાકીદ
- ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ કે વાવાઝોડાની સ્થિતિમાં કોઇ જીવલેણ દુર્ઘટના સર્જાય તે પૂર્વ કોઇપણ શેહશરમ રાખ્યા વિના જર્જરિત મકાનો અને ભયજનક હોર્ડિંગ દુર કરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યરક્ષસ્થાસને મહાનગરપાલિકા હસ્તકના જુદા-જુદા વિભાગના અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. ચોમાસાની સિઝનમાં આપત્તિ સામેની બચાવ અને રાહત કામગીરીની વ્યવસ્થા અંગેની સમીક્ષા માટે ડ્રેનેજ શાખા, બાંધકામ શાખા, વોટર વર્ક્સ શાખા, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા, આરોગ્ય શાખા, રોશની વિભાગ, ગાર્ડન શાખા, પ્રોજેક્ટ શાખા અને મધ્યાહન ભોજન અને ફૂડ વિભાગ, જી.એ.ડી. શાખા, શાળા બોર્ડ, ટાઉન પ્લાનીંગ શાખા, સુરક્ષા વિભાગ, સેન્ટ્રલ વર્કશોપ વિભાગ, જગ્યા રોકાણ તથા માર્કેટ વિભાગ, સોલીડ વેસ્ટ્ મેનેજમેન્ટ શાખા સહિતના વિભાગના અધિકારીઓ સાથે હાલની કામગીરીની સમિક્ષા કરાય હતી.
આ બેઠકમાં, જુદીજુદી શાખાઓ દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અને ખાસ કરીને આપત્તિ વ્યવસ્થાપન લગત થયેલ કામગીરી તેમજ હવે પછીના આયોજન અંગેની સમીક્ષા કરી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. જેમાં તમામ વિભાગને વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ ચાલી રહેલી કામગીરીનું શેડ્યુલ તૈયાર કરી શહેરનાં નીચાણવાળા વિસ્તારો, મંદિરો, બાગ-બગીચા, આવાસ યોજના, શાળાઓ સહિત તમામ જાહેર સ્થરળોએ આપત્તિ સામેની બચાવ અને રાહત કાર્યની વ્યવસ્થાની સમીક્ષા માટે ચકાસણી ઝુંબેશ હાથ ધરવા, ચોમાસા દરમ્યાોન નિયમિતપણે ચકાસણી અને નિયમીતપણે સમીક્ષા થતી રહે, વગેરે બાબતોએ લગત વિભાગને સજ્જ રહેવા પણ અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવેલ.
ચેરમેન જયમીનભાઇ ઠાકરે શહેરમાં જ્યાં ક્યાંય પણ ભયજનક મકાન, હોર્ડિંગ બોર્ડ હોય તો તેવા કિસ્સામાં કોઇપણની શેહશરમ રાખ્યા વગર કાયદા મુજબ જે કાંઈ કાર્યવાહી કરવાની થતી હોય તે તાત્કાલિક ધોરણે હાથ ધરવા જે તે અધિકારીઓને ખાસ સૂચના આપી હતી.
શહેરમાં વરસાદી પાણીનો અવરોધ વગર નિકાલ થાય તે માટે વોંકળાઓની સફાઈની કામગીરી ચાલી રહી છે અને બાકી રહેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને સૂચના આપવામાં આવી હતી. સાથોસાથ સ્ટોર્મ વોટર ડ્રેનેજ સ્ક્રીન ચેમ્બર, ડ્રેનેજ મેનહોલ, વગેરેની સફાઈ, જે સ્થળે વરસાદી પાણી ભરાતું હોય તે સ્થળેથી પાણીનો નિકાલ કરવા માટે ડીવોટરીંગ પંપ તૈયાર રાખવા, ચોમાસાના સમયગાળા દરમ્યાન આરોગ્ય શાખા દ્વારા લોકોને પ્રાથમિક સારવાર અને દવા મળી રહે તે સુનિશ્ચિત કરવા, મેલેરિયા શાખા દ્વારા મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગ બાબતે લોકોને જાગૃત કરવા માટે જનજાગૃતિ અંગેની કામગીરી કરવા, શહેરમાં જો ક્યાંય ભયજનક વૃક્ષો જોવા મળે તો તેને સત્વરે દૂર કરવા જરૂરી પગલાં લેવા પણ સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ભારે વરસાદ દરમ્યાન નીચાણવાળા વિસ્તારોનાં અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરવા માટેની આગોતરી તૈયારી પૂર્ણ કરી લેવા સંબંધિત અધિકારીઓને જણાવવામાં આવેલ હતું.
આ બેઠકમાં ત્રણેય ઝોનના સીટી એન્જીનીયરઓ, એડીશનલ સીટી એન્જી. રોશની, એડીશનલ સીટી એન્જી.ડ્રેનેજ, ચીફ ફાયર ઓફિસર, ફાયર સ્ટેરશન ઓફિસરઓ, ટી.પી.ઓ., સુરક્ષા અધિકારી, પર્યાવરણ ઇજનેર, નાયબ પર્યાવરણ ઇજનેરઓ, આરોગ્ય અધિકારી, નાયબ આરોગ્ય અધિકારીઓ, શાસનાધિકારી, ડે.એન્જીરનીયર-વર્કશોપ, એન્ક્રોચમેન્ટ ઓફિસર, તમામ વોર્ડ ઓફિસરઓ, વોર્ડ ઇજનેરઓ, સેનીટરી ઇન્સીપેક્ટરઓ, પાર્ક એન્ડ ગાર્ડન ડાયરેક્ટર, ડેઝીગ્નેડટેડ ઓફીસર-ફૂડ, મેનેજર-પ્રોજેક્ટ, મેનેજર-જી.એ.ડી., સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.