કોરોનાના કેસોની સંખ્યાને ધ્યાને લઇ જીલ્લા ન્યાયાલય, દ્વારા મ્યુનીસીપલ કોર્પોરેશનના સહયોગથી કોર્ટમાં તમામ ન્યાયધીશ અને કર્મચારીઓ માટે કોરોનાનું ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતુ જેમાં 1 ન્યાયાધીશ તથા 10 કર્મચારી કોરોના પોઝીટીવ હોવાનું જણાઇ આવ્યુ હતું.
ત્યારબાદ કોર્ટના અમુક કર્મચારી તથા વકીલોને કોરોનાના લક્ષણો જણાઇ આવતાં જે કર્મચારી તથા વકીલેએ કોરોનાનું ટેસ્ટીંગ કરાવતા વધુ 09 કર્મચારીઓ તથા 12 વકીલો કોરોના પોઝીટીવ આવેલ છે. આમ હાલ કુલ 32 કર્મચારીઓ અને વકીલો પોઝીટીવ છે.તમામ કોર્ટોની તમામ કાર્યવાહી સંપુર્ણપણે રાબેતા મુજબ ચાલી રહી છે. જેને ધ્યાને લઇ તથા કોર્ટના કર્મચારીઓ, વકીલે તથા ન્યાયાધીશમાં વધતા જતા વકીલો તથા પક્ષકારોને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે અપીલ તથા નમ્ર વિનંતી કરવામાં આવે છે.
કોર્ટની કાર્યવાહીમાં પક્ષકારો તથા વકીલો કોર્ટમાં પોતાનું કામકાજ પુર્ણ થયા બાદ વિના વિલંબે કોર્ટ પરીસર છોડી દેવુ, કોર્ટની કાર્યવાહીમાં પક્ષકારો તથા વકીલોની હાજરી અનિવાર્ય જ હોય તો એસ.ઓ.પી. નું ચુસ્તપણે પાલન કરી કોર્ટ પરીસરમાં પ્રવેશ કરવો. જેમાં ખાસ કરીને માસ્ક પહેરવુ, સામાજીક અંતર જાળવવુ તથા કોર્ટના ગેઇટ પર ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચરની તપાસણી કર્યા બાદ કોર્ટ પરીસરમાં પ્રવેશ કરવો અને આ તમામ બાબતોમાં સહકાર આપવાથી કોરોના સંક્રમણને અટકાવી શકાશે.
કોર્ટની કાર્યવાહી દરમિયાન વકીલની હાજરી અનિવાર્ય હોય તેવા સંજોગોમાં સિનિયર વકીલોએ પોતાની જરૂરીયાત મુજબના જ જુનીયર વકીલોને હાજરી માટે કોર્ટ પરીસરમાં લાવવા અને વધુમાં વધુ એક જ જુનીયર વકીલને કોર્ટ પરીસરમાં લાવવા અપીલ કરવામાં આવી છે.