જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબીન્ગ કમિટી દ્વારા 26 કેસોની સમીક્ષા, 20 કેસો દફતરે કરાયા અને બે કેસો પેન્ડિંગ ર રખાયા
રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં રજૂ કરાયેલા 26 કેસો પૈકી ચાર કેસોમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-2020 અન્વયે રજૂ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે આજે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા કુલ 26 કેસો પૈકી વીસ કેસો દફતરે કરવામાં આવ્યા હતા. તથા બે કેસો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીના, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, એ.સી.પી. એસ.આર ટંડેલ,પ્રાંત અધિકારીઓ સર્વ જી.વી.મિયાણી, રાજેશ આલ, પારસ વંડા, પ્રિયંક ગલચર, વીરેન્દ્ર દેસાઈ, પૂજા જટણીયા અને સિદ્ધાર્થ ગઢવી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પી.બી લાઠીયા, ડીવાય.એસ.પી. રાકેશ દેસાઇ તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.