ધારાસભ્ય અને મેયર સહિતના પદાધિકારીઓએ કર્યું સફાઈ કામગીરીનું નિરિક્ષણ

ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી રામનાથ મંદિરની આસપાસ માટી, રબીશ તથા સફાઈની ચાલી રહેલી કામગીરીની સ્થળ મુલાકાત કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ લીધી હતી.પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત આજી નદી ખાતે આવેલ રામનાથ મંદિરની આસપાસ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.

આજે સ્થળ મુલાકાત લેતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ગોવિંદભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, વોર્ડ નં.7ના કોર્પોરેટર ડો.નેહલભાઈ શુક્લ, દેવાંગભાઈ માંકડ, વિસ્તારના અગ્રણી જીતુભાઈ મહેતા, સંદીપભાઈ ડોડીયા, સિટી એન્જીનિયર પી.ડી.અઢીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજી નદી ખાતે આવેલ રામનાથ મંદિર આસપાસ સફાઈની કામગીરી ત્રણ શિફટમાં શરૂ કરવામાં આવ્યું છે. જેમાં હિતાચી-2, જે.સી.બી.-2 અને ડમ્પર-4 ના વાહનો આ કામગીરીમાં રોકાયેલ છે. અત્યાર સુધીમાં 704 ડમ્પરના ફેરા થયેલ છે. અંદાજે 7000 ટન જેટલો રબીશ કાઢવામાં આવેલ છે. કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને હજુ વધુ સાધનો મુકવા પદાધીકારીઓએ સુચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.