જિલ્લા કલેક્ટર અને પુરવઠા અધિકારીની ઉપસ્થિતિમાં પેટ્રોલ પંપ સંચાલકોની બેઠક મળી
જિલ્લા કલેકટર કચેરી ખાતે પેટ્રોલ પંપ સંચાલકોને બેઠક મળી હતી.આ બેઠકમાં જિલ્લા કલેકટર અને પુરવઠા અધિકારીએ પેટ્રોલ પંપ સંચાલકોને માંગ મુજબ ઇંધણનો જથ્થો ઉપલબ્ધ કરવા આદેશ આપ્યો હતો.
છેલ્લા થોડા દિવસથી પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો સપ્લાય ન થવાના કારણે ઊભી થઈ હોવાની વાતો વહેતી થઇ રહી છે. જોકે ઘણા ખાનગી કંપનીના પેટ્રોલ પંપમાં આ સમસ્યા જોવા મળતી હોય, પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે.
આ સમસ્યા નિવારવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરમો અધ્યક્ષતામાં તેમજ જિલ્લા પુરવઠા અધિકારીની હાજરીમાં પેટ્રોલ પંપ સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક અંગે જણાવતા જિલ્લા પૂરવઠા અધિકારી કહ્યું કે હાલ રાજકોટ જિલ્લામાં પેટ્રોલ ડિઝલની કોઈ સમસ્યા નથી સરકાર હસ્તકની કંપની છે તેમાં પેટ્રોલ પંપમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે વધુમાં સરકાર હસ્તકની કંપનીઓના પેટ્રોલ પંપમાં વધુ તકો ઉપલબ્ધ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે કારણકે એવી ખાનગી રાહે વિગતો મળી છે કે અમૂક પ્રાઇવેટ પેટ્રોલ પંપ બંધ છે જેથી તેના ગ્રાહકો સરકાર હસ્તકના પેટ્રોલ પંપ તરફ વળે તો કોઈ સમસ્યા રહે નહિ. જિલ્લામાં અંદાજે સરકાર હસ્તકની કંપનીઓના 250થી વધુ પેટ્રોલ પંપ આવેલા છે આ તમામ પેટ્રોલપંપો ઉપર યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલેકટર તંત્ર સંકલન કરી રહ્યું છે.