જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક યોજાઇ

અબતક, રાજકોટ

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં રજૂ કરાયેલા 25 કેસો પૈકી 3 કેસોમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-2020 અન્વયે રજૂ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે આજે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો.

જે મુજબ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા કુલ 25 કેસો પૈકી 14 કેસો દફતરે કરવામાં આવ્યા હતા. તથા 8 કેસો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. આ બેઠકમાં પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડીરેકટર વરૂણકુમાર બરનવાલ, ગ્રામ્યના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીના, નિવાસી અધિક કલેકટર કે.બી.ઠક્કર,ડી.સી.પી.  પ્રવીણકુમાર, પ્રાંત અધિકારીઓ સર્વ સંદિપ વર્મા, વીરેન્દ્ર દેસાઈ, કે.વી.બાટી, એ.ડી.જોષી, કે.જી.ચૌધરી, જે.એન.લીખીયા અને પ્રજ્ઞાબેન ગોંડલીયા તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.