10 શાળાઓ, 8 હોસ્પિટલો સહિત તમામ કોમ્પલેક્સો, ધંધાકીય સ્થળો, કોલેજોમાં ફાયર સેફ્ટી રાખવાનો આદેશ કરાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં આગ લાગવાના બનાવની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગરની હોસ્પિટલો આવેલી છે અને જે દવાખાના આવો જિલ્લામાં આગ લાગવાના બનાવની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે ખાસ કરી હોસ્પિટલો આવેલી છે અને જે દવાખાના આવો તેમજ શાળા કોલેજો તેમજ જાહેર સ્થળો કે જ્યાં લોકોની ભીડ ભેગી થઈ રહી છે ત્યાં ફાયર સેફ્ટીની સુવિધાઓ હવે જરૂરી બની છે.
ત્યારે જિલ્લામાં પણ અવાર-નવાર દવાખાનાનું તથા શાળાઓમાં આગ લાગવાના બનાવો બનતા હોય છે. શોર્ટસર્કિટના કારણે આગ વધુ લાગતી હોય અને અનેક જિંદગીઓ જોખમમાં મૂકી હોય તેવા બનાવો અવાર-નવાર સામે આવ્યા છે. તેને લઈને સરકારે લાલ આંખ કરી અને તમામ કોમ્પ્લેક્સોં,ધંધાકીય સ્થળો દવાખાનાઓ શાળા-કોલેજોમાં ફાયર સેફ્ટી રાખવા માટેના આદેશ કરવામાં આવ્યા છે.
ત્યારે જિલ્લામાં પણ શહેરી વિસ્તારમાં આવેલી હોસ્પિટલો દવાખાનાઓ કોમ્પ્લેક્સોં ધંધાકીય સ્થળ ઉપર ફરજિયાત પણે ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવા માટે સરકાર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લામાં શહેરી વિસ્તારની અનેક શાળા તથા અને કોલેજો અને કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને હજુ પણ અનેક સ્થળો ઉપર કે ત્યાં લોકોની ભીડ ભેગી થઈ રહી છે ત્યાં આગ બુઝાવવા માટે ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ નથી.
ત્યારે આવા સ્થળો ઉપર ફરજિયાત પણે ફાયર સેફટી માટે સિસ્ટમ ઊભી કરવા માટે તંત્ર દ્વારા અવાર-નવાર વેપારીઓને તથા સંચાલકોને જાણકારી આપવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં હાલમાં તંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવી રહી છે અને જાહેર સ્થળો ઉપર દવાખાનાના શાળાઓ કોલેજો ઉપર અને કોમ્પલેક્ષ ઉપર ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નોટિસો કાઢવામાં આવી રહી છે.
તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આ બાબતે ફાયર સેફટી માટે આપવામાં આવતી એનઓસીના આ મામલે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે ત્યારે અત્યાર સુધીમાં શહેરી વિસ્તારમાં 10 શાળાઓ અને આઠ હોસ્પિટલોને ફાયર સેફટી માટે એનઓસી આપવામાં આવી છે. અન્ય સ્થળો ઉપર હજુ એન ઓ સી ની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અંદાજે 100થી વધુ હોસ્પિટલો આવેલી છે 200થી વધુ પંપો આવેલા છે ત્યાં કોઈ પણ જાતની ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાના કારણે અવારનવાર નોટિસો આપવામાં આવી રહી છે.