હોમગાર્ડ જવાને અરજીની તારીખથી માસિક 5500 ચુકવવા કોર્ટનો આદેશ
વિંછીયાના રહીશ સરીતાબેન વિજયભાઈ માંડાણી ના લગ્ન 2011 ની સાલમાં જસદણમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા વિજયભાઈ મનસુખભાઈ માંડાણી સાથે થયેલ હતા.
લગ્ન બાદ સરીતાબેન જસદણ ગામે રહેવા આવેલ હતા. લગ્ન જીવનના 11 વર્ષ પછી સસરા મનસુખભાઈ, સાસુ ગીતાબેન અને તેના પતિ વિજયભાઈ શારિરીક અને માનસીક ત્રાસ આપવા લાગેલ હતા અને ચારીત્ર ઉપર શંકા કરી પેહરે કપડે ઘર બહાર કાઢી મુકેલ હતી જેથી અરજદારે તેના પીતાને ઘરે આશરો લીધેલ હતો ઘણા સમય તેના પીતાજીના ઘરે રહેવા છતા તેના સાસરી વાળા તેડી ન જતા સરીતાબેને વિંછીયા કોર્ટમાં ભરણપોષણ માટે કેસ દાખલ કરેલ હતો
વિંછીયા કોર્ટમાં સરીતાબેનના પતિએ ખુબ જ રજુઆત કરેલ હતી. ભરણપોષણ ન ચુકવવુ પડે એટલે જુદા જુદા કારણો ઉભા કરેલ હતા. સરીતાબેન શિક્ષીકા તરીકે નોકરી કરે છે અને પોતાનો ભરણપોષણ જાતે કરી શકે તેવી ઉગ્ર રજુઆત કરેલ હતી. લાંબી કાનુની લડત ચાલ્યા બાદ વિંછીયા કોર્ટના જજ સોલંકીએ અરજદાર સરીતાબેનને મુળ અરજી કર્યાની તારીખ થી માસીક રૂા.5500/- તથા અરજીખર્ચ 1000/- આપવાનો હુકમ કરેલ છે. અરજદાર તરફે જસદણના એડવોકેટ ભરતભાઈ પી. અંબાણી, ભાવેશભાઈ એસ. ડાભી, મનસુખભાઈ બી. ડાભી તથા કૃપાલીબેન ચૌહાણ, અસ્મીતાબેન રાઠોડ રોકાયેલ હતા.