અબતક, વિનાયક ભટ્ટ, ખંભાળીયા
ગ્લોબલ યુથ ટોબેકો ર્વેમાં રાજયની શાળાઓનાં વિદ્યાર્થીઓમાં ધો.8 થી 10ના 8.5% છાત્રો કોઈને કોઈ સ્વરૂપે તમાકુનું સેવન કરતા તથા શાળા પરિસરમાં ધુમ્રપાન કરતા જણાયા હતા કેન્દ્ર સરકાર દ્વારા 2003ના અધિનિયમ મુજબ જાહેર સ્થળો પર ધુમ્રપાનના મનાઈ તથા શૈક્ષણીક સંસ્થાઓનાં 100મીટરની અંદર તમાકુ તથા તેના ઉત્પાદનોની મનાઈ હોય આ બંને નિયમોના કડક પાલન માટે રાજયના નાબય નિયામક દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ખાસ આદેશ અપાયા છે.
સગીર વયના બાળકોને તમાકુ કે તેના ઉત્પાદનોનું વેચાણ ના થાય 100 મીટરની અંદર પ્રતિબંધ જાહેર સ્થળો પર ધુમ્રપાનની મનાઈના નિયમો નો કડક અમલ કરવા તથા ખાસ ઝુંબેશ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. શાળાઓ પણ સાર્વજનીક સ્થળો હોય ત્યાં પણ ધુમ્રપાન પ્રતિબંધીત જાહેર કરાયું છે.