રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસની મહામારીના નિયંત્રણ અર્થે પ્રતિબંધાત્મક આદેશ જારી

વિશ્વના દેશોમાં ફેલાયેલ કોરોના વાયરસના સંક્રમણને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. રાજય સરકાર દ્વારા વાયરસના ઝડપી સંક્રમણના નિયંત્રણ અર્થે જાહેર કરેલ માર્ગદર્શિકાના ભાગરૂપે રાજકોટ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી. બી. પંડયાએ લોકોની વધુ અવરજવર ધરાવતા જાહેર અને ખાનગી સ્થળોએ ઝડપી સંક્રમણને અટકાવવા પ્રતિબંધાત્મક આદેશ જાહેર કર્યા છે. જે મુજબ સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં સક્ષમ અધિકારીની પૂર્વ લેખીત પરવાનગી સિવાય જાહેર સ્થળોએ કોઇપણ પ્રકારના સભા, સરઘ, સંમેલનકે મેળાવડા અને લોકમેળા જેવા વિશાળ સંખ્યામાં લોકો એકત્રીત થાય તેવા આયોજનો કરવા નહીં તેમજ આવા કોઇપણ આયોજનોમાં લોકોએ એકત્રીત થવું નહીં.  મોલ, મલ્ટીપ્લેકસ, સીનેમાઅને નાટયગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્વીમીંગ પુલ, ડાંસ કલાસીઝ, ગેઇમઝોન, કલબહાઉસ જેવા લોકોની વધુ અવરજવર રહેતી હોય કે લોકો એકત્રીત થતા હોય તેવા  તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા. શૈક્ષણિક સંસ્થાઓ અને ટયુશન કલાસ  વગેરે સ્થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવું. હોટલો, રેસ્ટોરન્ટો, લોજ જેવા ખાણીપીણીના સ્થળો તથા ખાનગી સ્થળોએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માર્ગદર્શીકા મુજબ સંચાલકોએ જરૂરી હાઇજીનની વ્યવસ્થા કરવાની તકેદારી રાખવી.

5.friday 1 4

કોરોના વાયરસ અંગે કોઇપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા પ્રિન્ટ કે સોશિયલ મીડીયા મારફતે અફવા ન ફેલાવવી તથા કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તારમાંથી/દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલા હોયતો તેની જાણ નજીકની હોસ્પીટલ ખાતે કંટ્રોલરૂમ ૦૨૮૧-૨૪૪૪૬૮૦અથવા હેલ્પલાઇનનં- ૧૦૪ પર ફરજીયાત કરવાની રહેશે. આ હુકમ પોલીસ કમિશ્નરેટ રાજકોટ શહેરની હકુમત સિવાયના તમામ રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં તા.૨૯/૦૩/૨૦૨૦ સુધી અમલી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.