- જમીન કોઈને અપાઈ છે કે નહીં ? ખેતી થાય છે કે નહીં ? દબાણ છે કે નહીં ? તે તમામ બાબતોની તપાસ હાથ ધરવા દરેક તાલુકાની ટીમો ફિલ્ડમાં ઉતરી
અબતક, રાજકોટ : દરેક તાલુકાઓમાં એએલસીની જમીનની સ્થિતિ તપાસવા જિલ્લા કક્ષાએથી આદેશ જારી કરવામાં આવ્યો છે. જેને પગલે આ જમીન કોઈને અપાઈ છે કે નહીં ? ખેતી થાય છે કે નહીં ? દબાણ છે કે નહીં ?
તે તમામ બાબતોની તપાસ હાથ ધરવા દરેક તાલુકાની ટીમો ફિલ્ડમાં ઉતરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં એએલસીની જમીનની શુ સ્થિતિ છે એ જાણવા માટે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે.
આ માટે જિલ્લા મથકેથી તમામ તાલુકા મથકોને આદેશ જારી કરવામાં આવ્યો છે કે એએલસીની જમીનની વાસ્તવિક સ્થિતિ શુ છે તેની સચોટ વિગતો જાણવામાં આવે.
જેથી તાલુકા મથકોએ વિવિધ ટિમો ફિલ્ડ ઉપર ઉતરીને તપાસમાં કામે લાગી છે.
રાજકોટ જિલ્લામાં એએલસીની જમીનની શુ સ્થિતિ છે તે જાણવા માટે ટિમો દોડાવવામાં આવી છે. દરેક તાલુકા મથકે ટિમો બનાવી તપાસ શરૂ કરવા આદેશ છૂટતા આજથી જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
એએલસીની આ જમીન કોઈને અપાઈ છે કે નહીં ? ખેતી થાય છે કે નહીં ? દબાણ છે કે નહીં ? તે વિષયે તાલુકા મથકોની ટિમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે એએલસી એટલે એગ્રીકલ્ચર લેન્ડ સિલિંગ એક્ટ. આ જમીન મૂળ રાજા રજવાડાઓની હોય છે. નિયમ મુજબ વધારાની લઈ અન્ય પછાત વર્ગને સાથણીમાં આપવામાં આવે છે.
આ જમીન ઉપર અત્યારે શુ સ્થિતિ છે તે જાણવા કવાયત હાથ ધરાઈ છે.
આ જમીન કાયદા અનુસાર બિનખેતી થઈ શકતી નથી.
તાજેતરમાં જ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એએલસીની જમીનને લઈને જિલ્લા કલેકટર તંત્રને ધારદાર રજુઆત કરી હતી. આ રજૂઆતને પગલે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા એએલસીની જમીનની સ્થિતિને લઈને સર્વે હાથ ધરવામાં આવ્યો છે.