નિયમ ભંગ કરનાર વિરુધ્ધ ફરિયાદ થશે
બાળકીના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી જસાણી સ્કૂલમાં ગઈકાલે ધો.8ની વિદ્યાર્થીનીનું કડકડતી ઠંડીના કારણે મોત થતા તાકીદે લેવાયો નિર્ણય
રાજકોટની એક વિદ્યાર્થીનું ચાલુ ક્લાસમાં હાર્ટએટેક આવતા મોત નિપજ્યુ હતું, આ મોત કડકડતી ઠંડીને કારણે થયું હતું. ત્યારે શાળાઓની મનમાનીની પોલ ખોલી હતી. જેમાં ગુજરાતની અનેક શાળાઓ સ્કૂલનાં બાળકોને સ્કૂલ તરફથી નક્કી કરેલું સ્વેટર પહેરવાનો જ આગ્રહ રાખે છે. ત્યારે રાજકોટમાં વિદ્યાર્થિનીના મોત મામલે રાજ્ય સરકારે આ અંગે રિપોર્ટ માંગ્યો છે અને પગલાં પણ લેવાઈ શકે છે. નોંધનીય છે કે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હવે ફરજિયાતપણે તમામ શાળાઓને સવારનો સમય 8 વાગ્યાનો કરવા સૂચના આપવામાં આવી છે અને જે શાળા આ નિયમનો ભંગ કરશે તેના વિરુદ્ધ એફઆરઆઇ દાખલ કરવાની પણ ડીઈઓ બી.એસ.કૈલાએ તૈયારી દર્શાવી છે.
નોંધનીય છે કે જો અગાઉ આ નિણર્ય ફરજિયાત કરવામાં આવ્યો હોત તો શક્ય છે કે બાળકીનો જીવ બચી શક્યો હોત.આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે શાળાના સમયમાં બદલાવ કરવા માટે શાળા-સંચાલકો અને આચાર્ય પોતાના સમયમાં ફેરફાર કરી શકે છે. 2 જાન્યુઆરીના રોજ દરેક શાળાને સમયમાં અડધો કલાક સમય મોડો કરવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ તેમાં ફરજિયાત શબ્દ ઉલ્લેખ ન હોવાથી ગઈકાલે બનેલી ઘટના બાદ આજે શિક્ષણ અધિકારી દ્વારા દરેક શાળાને સમયમાં બદલાવ કરી 8 વાગ્યાનો કરવા સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ, ઠંડીના લીધે સ્થાનિક જરૂરિયાત પ્રમાણે સ્કૂલના સમયમાં ફેરફાર કરવાના આદેશ આપ્યા છે. સરકારે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સ્થાનિક ઠંડીની અસર મુજબ શાળના સમયમાં ફેરફાર કરવાની સૂચના આપી છે. ઠંડીને ધ્યાને રાખી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સુચના અપાઈ હતી કે સ્થાનિક જરુરીયાત અનુસાર શાળાના સમયમા બદલાવ સૂચના કરાઈ. રાજ્યમા ચાલી રહેલ કોલડવેવના પગલે વિભાગે જિલ્લાઓને આ સુચના આપી છે.
વિધાર્થીનીના મોતને પગલે રાજ્ય સરકારે અહેવાલ મંગાવ્યો
રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એ. વી. જસાણી સ્કૂલમાં જ્યારે ધોરણ 8માં ભણતી એક વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. વિદ્યાર્થિની બેન્ચ પરથી ઢળી પડી હતી અને બાદ તેને હોસ્પિટલ લઇ જવાઇ હતી. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. પરિવારજનોનો અરોપ છે કે,. ઠંડીના કારણે બાળકીને હાર્ટ અટેક આવી ગયો અને તાબડતોબ ટ્રીટમેન્ટ ન મળતાં બાળકીનું મૃત્યુ થઇ ગ.યું આ મામલે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને સમગ્ર ઘટનાસ અંગે સ્કૂલ પાસેથી રિપોર્ટ માગ્યો છે. બાળકીના મૃતદેહને પીએમ માટે લઇ જવાયો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ ઘટના અંગે વધુ સ્પષ્ટતા થશે અને એ દિશામાં પગલા લેવાશે.