બંનેનો ત્યાગ કરતા જીવન નિર્વાહ માટે દાદ માંગતા અદાલતે ઐતિહાસીક ચુકાદો આપ્યો
શહેરમાં માવતરના ઘરે રહેલી પરિણીતાએ પોતાનું અને સગીર પુત્રીના જીવન નિર્વાહ માટે કરેલી અરજી મંજૂર કરી બીઝનેસમેન પતિએ માસીક 5000 અરજીની તારીખથી ચુકવવા હુકમ કયો છે.
યુનીવર્સીટી રોડ ઉપર શાંતીનીકેતન સોસાયટીમા રહેતા દિવીશા ઉર્ફે મેઘા નીરવભાઈ લખવાણીએ પોતાના તથા સગીર પુત્રી રાવ્યાના ભરણપોષણ માટે
ન્યારી ડેમ રોડ ઉપર માઉન્ટ વિલા સોસાયટીમા રહેતા પતી નીરવ ઈશ્વરભાઈ લખવાણી વિરૂધ્ધ રાજકોટની ફેમીલી કોર્ટમા ભરણપોષણ માટે અરજી કરી કરી હતી.
લગ્ન સને – 2008 માં થયા હતાં. લગ્નબાદ થોડો સમય સારી રીતે સાચવ્યા બાદ પતીને અન્ય સ્ત્રી સાથેના સબંધો તથા અવાર નવાર ટેલીફોનીક વાતચીતનો અરજદારે વિરોધ કરતા માર મારી દુ:ખ ત્રાસ આપતો અન્ય સ્ત્રી સાથેના ફોટોગ્રાફસ સહીત કોર્ટ સમક્ષ રજુ કરી
સ્થાવર તથા જંગમ મીલકત ધરાવતા હોવાનુ તેમજ ઈટાલીક મેટલવે2મા મોટુ શેર હોલ્ડીગ હોવાનુ અને માસીક લાખો રૂપીયા કમાતા હોય પતી ઉપર કોઈની જવાબદારી ન હોય જેથી ત્યાગ કરનાર પતી વિરૂધ્ધ ભરણપોષણ ચુકવવા અરજી દાખલ કરી હતી.
બંને પક્ષની દલીલો રેકર્ડપરનો પુરાવો લક્ષે લેતા પતિને અન્ય સ્ત્રી સાથે અનૈતીક સબંધ હોવાનુ રેકર્ડ ઉપર પુરવાર થાય છે તેથી બંને
સ્વૈચ્છાએ સામાવાળાનો ત્યાગ કરેલનું માની શકાય નહી અને અરજદારને પીતૃગૃહે ના છુટકે આશરો લેવો પડેલનુ નિ:શંકપણે પુરવાર થાય છે
પત્નીને માસીક રૂા.50,000 તથા અરજદાર સગીર પુત્રીને માસીક રૂ.35,000- મળી કુલ રકમ રૂા.85,000 – સામાવાળાએ નીયમીત સને – 2016 થી અરજીની તારીખથી ચડયે ચડયા ચુકવી આપવાનો અને અરજીની તારીખથી થતી ચડત રકમ ચાર માસમા ચાર સરખા ભાગે અરજદારને ચુકવી આપવા અને રૂા.2500- અલગથી અરજી ખર્ચના ચુકવી આપવાનો રાજકોટની ફેમિલિ કોર્ટના ઈતીહાસમા સીમાચીહનરૂપ ગણી શકાય તેવો ચુકાદો ફેમીલી કોર્ટના જજ બી.ડી.પટેલે આપ્યો છે.
અરજદાર વતી સૌરાષ્ટ્રના નામાંકિત એડવોકેટ લલીતસીહ જે. શાહી, ભુવનેશ એલ. કાઝી, લાલ એલ. શાહી, સી.એમ.દક્ષીણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, મનીષ ગુરુગ તથા નીશાંત જોષી રોકાયેલ હતા.