રાજયના પોલીસ વડા વિકાસ સહાયએ બે દિવસ પહેલાં જામનગર ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કર્ય બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિશાળ દરિયા કિનારો હોવાથી ડીજીપી વિકાસ સહાય અને રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે પાંચેય જિલ્લાના સ્ટાફ સાથે વન ટુ વન બેઠક યોજી કોસ્ટલ સિકયુરીટી અંગે વિસ્તૃત ચર્ચા કરી જરુરી માર્ગ દર્શન આપ્યું હતું. દ્વારકા ખાતે યોજાયેલી દરિયાઇ સુરક્ષા અંગેની બેઠક બાદ પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પત્રકાર પરિષદ યોજી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાન સભાની ચૂટણી હોવાથી બંને રાજયમાં ગુનો આચરીને ગુજરાતમાં છુપાયેલા આરોપીઓને ઝડપી લેવા, મરીન પોલીસ મથકના સ્ટાફને સર્તક રહેવાની તાકીદ કરી હતી. તેમજ ટ્રાફિક સમસ્યા ઉકેલવા પોલીસ સ્ટાફ અનુરોધ કર્યો હતો. પાંચેય જિલ્લા પોલીસ સ્ટાફની કામગીરીને બિરદાવી રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવની પીઠ થાબડી છે.
રાજકોટ રેન્જના પાંચેય જિલ્લા પોલીસની કામગીરીને ડીજી વિકાસ સહાય દ્વારા બિરદાવી રેન્જ આઇજીને અભિનંદન પાઠવ્યા
દેવભૂમિ દ્વારકા ખાતે દરિયાઇ સુરક્ષા અંગે કોસ્ટ ગાર્ડ અને કસ્ટમ સાથે પોલીસે સંકલન કરી કરવામાં આવતી કામગીરીની પસંશા કરી
ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા છે. ખાસ કરીને કોસ્ટલ સિક્યુરિટી મુદ્દે પાંચ એસપી સાથે ચર્ચા કરવામાં આવી છે. તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી પર દબાણો દૂર કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. જોકે અગાઉ દેવભૂમિ દ્વારકા અને જામનગરના દરિયા કિનારે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી થઇ ચૂકી છે તે વિશે પણ જાણકારી મેળવવામાં આવી હતી.પાંચ જિલ્લાના એસપીની હાજરી : ગુજરાત રાજયના પોલીસવડા વિકાસ સહાયની હાજરીમાં જામનગર એસપી કચેરી ખાતે જનરલ ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. રાજયના ડીજીપી મુલાકાતે આવનાર હોઇ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ બપોરે જામનગર આવી પહોચ્યા હતા અને જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સાથે આ બાબતે વાતચીત કરી હતી, જેમાં જામનગર એસપી ઉપરાંત દ્વારકા એસપી નિતેશ પાંડેય, રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડ, સુરેન્દ્રનગરના જીલ્લા પોલીસવડા, મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી ઉપસ્થ્તિ રહ્યાં હતાં.
દેવભૂમિ દ્વારકા ખાતે દરિયાઇ સુરક્ષા અંગે ડીવાય.એસ.પી., પીઆઇ અને પી.એસ.આઇ સાથે બેઠક યોજી દેશ અને રાજયની સુરક્ષા માટે દરિયાઇમાં સઘન પેટ્રોલિંગ જરુરી છે. પોલીસ સ્ટાફને કસ્ટમ અને કોસ્ટ ગાર્ડ સાથે સંકલનથી કામગીરી કરી ફિંસીંગ બોટ પર કંઇ રીતે નજર રાખવી તેના પર ભાર મુકી દેશ વિરોધી તત્વોને ઘુસણખોરી કરતા અટકાવવા તેમજ ડ્રગ્સને દરિયાઇ માર્ગે આવતું ઝડપી લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
રાજયના જે જિલ્લામાં વધુ જીવલેણ અકસ્માત સર્જાય છે તેની વિગત એકઠી કરી તે પોલીસ મથકના સ્ટાફ દ્વારા અકસ્માતના બનાવનો ઘટાડો કરવા ખાસ તકેદારી રાખવા અંગેની રાજયભરની પોલીસને સુચના આપી હોવાનું રાજયના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.
પડધરી અને સુલતાનપુર પીએસઆઇનું બેસ્ટ ડીટેકશન બદલ ડીજી દ્વારા સન્માન
ખામટામાં યુવતીની હત્યાનો પી.એસ.આઇ. જી.જે.ઝાલા અને ખંભાલીડામાં યુવકની મર્ડરનો અનડીટેકટ ગુનો પી.એસ.આઇ. ડી.પી.ઝાલાએ ત્વરીત ઉકેલી કરેલી ઉત્કૃષ્ટ કામગીરીને રાજયના પોલીસ વડા વિકાસ સહાયે બિરદારી
રાજયના પોલીસ સ્ટાફ દ્વારા ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ કામગીરી બદલ પોલીસ વડા દ્વારા સન્માન કરી કામગીરીને બિરદાવવામાં આવે છે. તાજેતરમાં જ રાજકોટ જિલ્લાના પડધરીના ખામટા ખાતે યુવતીની હત્યા કરી સળાવેલી લાશનો ઓળખ મેળવી હત્યાના ગુનામાં સંડોવાયેલા પ્રેમીને ઝડપી લેવામાં અને ખંભાલીડા પાસે જેતપુરના પટેલ યુવકની ભાગીદારે હત્યા કરી લાશ સળગાવી નાખવાની રહસ્યના આટાપાટા સર્જતી મર્ડર મીસ્ટ્રીનો ભેદ ઉકેલી કરેલી કાબીલે દાદ કામગીરી બદલ બંને પોલીસ મથકના પી.એસ.આઇ. ઝાલાના રાજયના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સન્માન કરી કામગીરીને બિરદાવી છે.
રાજકોટની હોટલ પાર્ક ઇનના મેનેજર મેહુલ ચોટલીયાએ પોતાની સ્ત્રી મિત્ર અલ્પા ઉર્ફે આઇસા મકવાણાની ગાંધીગ્રામમાં હત્યા કરી લાશને જી.જે.3કેએચ.3767 નંબરની કારમાં પડધરીના ખામટા ખાતે લઇ જઇ સળગાવી નાખી હતી. સીસીટીવીના ત્રણ દિવસના 1500થી વધુ ફુટેજનું નિરિક્ષણ કરી માત્ર માનવ કંકાલ પરથી મૃતક મહિલાની ઓળખ મેળવી હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સને ત્વરીત ઝડપી લેવાની પડધરી પીએસઆઇ જી.જે.ઝાલાએ કરેલી કાબીલે દાદ કામગીરી બદલ ડીજીપી વિકાસ સહાય દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.
જ્યારે ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામ પાસેથી હત્યા કરી સળગેલી હાલતમાં યુવકની મળી આવેલી લાશની ઓળખ મેળવી હત્યાના ગુનામાં સંડોવાયેલા જેતપુરના ત્રણ શખ્સોને ઝડપી લેવા સુલતાનપુર પીએસઆઇ ડી.પી.ઝાલાને મહત્વની સફળતા મળી હતી. જેતપુરના રાજેશ ઉર્ફે રાજુ હરસુર બોદર સાથે ખોડલધામ પાસે ભાગીદારીમાં હોટલનો ધંધો કર્યા બાદ રુા.45 લાખની લેતી-દેતીના પ્રશ્ર્ને જેતપુરના ફુલા પટેલ, તેના સાઢુભાઇ અશ્ર્વિન પટેલ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ભેદ ભરમ ભરેલી હત્યાનો આગવી કુન્હેથી ભેદ ઉકેલવામાં પી.એસ.આઇ. ડી.પી.ઝાલાને મહત્વીની સફળતા મળી હતી.
પડધરી પી.એસ.આઇ. જી.જે.જાડેજા અને સુલતાનપુર પી.એસ.આઇ. ડી.પી.ઝાલાની વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજયના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સન્માન કરવામાં આવતા બંને પીએસઆઇને જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે અભિનંદન પાઠવ્યા છે.