મધ્યપ્રદેશની ખંડવા ડિસ્ટ્રિકટ કોર્ટના બે વરિષ્ટ જજોને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર કોર્ટને બંધ કરી દેવાઈ
વિશ્ર્વના મોટાભાગના દેશો કોરોના વાયરસના કહેરથી થરથર ધ્રુજી રહ્યા છે ભારત સહિત અનેક દેશોએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લોકડાઉન સહિતના પગલાઓ લીધા છે સ્પર્શ કરવાથી ફેલાતા કોરોના વાયરસની હજુ સુધી અકસીર ઈલાજ શોધાયો નથી જેથી એક કોરોના પોઝીટીવ કેસ આવતા જ સમગ્ર વિસ્તારને બંધ કરીને કવોરન્ટાઈન કરવામાં આવે છે. મધ્યપ્રદેશનાં ખંડવાની ડીસ્ટ્રીકટ કોર્ટના બે વરિષ્ટ જજોને કોરોના પોઝીટીવ આવતા સમગ્ર કોર્ટને બંધ કરી દેવામાં આવી છે. જેથી અપરાધીઓને સજા આપવાનો ઓર્ડર કરતી કોર્ટ પર કોરોનાનો ઓર્ડર ચાલ્યો હોય તેવી ઘટના ઉભી થવા પામી છે.
ખંડવાની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના રજીસ્ટ્રારના જણાવ્યા અનુસાર તાજેતરમાં બદલીથી આવેલા બે વરિષ્ટ જજોનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા હતા આ બંને જજોમાંથી એક જજ બુરહાનપૂર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાંથી જયારે બીજી હરસુદ ચીફના જયુડીશીયલ મેજીસ્ટ્રેટ પદેથી બદલી પામીને ખંડવા ડીસ્ટ્રીકટ કોર્ટમાં આવ્યા હતા આ બંને જજોનાં કોરોના પોઝીટીવ આવતા કોર્ટની તમામ કાર્યવાહીને બંધ કરી દઈને કોર્ટ સ્ટાફના ૮૬ સભ્યો તથા તેમના પરિવારને તંત્ર દ્વારા કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. માત્ર એટલું જ નહી ખંડવાની જજ કોલોનીને ક્ધટેનમેઈન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. એક જજ અને તેમના પત્નિને કોરોનાને લગતા લક્ષણો દેખાતા ભોપાલમાં ૭મી જૂને ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં પોઝીટીવ આવ્યો હતો.
જયારે બીજા જજનો ગત સોમવારે કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો આ જજને લોકડાઉનના કારણે મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ અને બિહાર જતા પરપ્રાંતીય શ્રમિકોને ખંડવામાં ફૂડ પેકેટ વિતરણ દરમ્યાન કોરોના પોઝીટીવ આવ્યાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું હતુ ખંડવા જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૭૧ દર્દીઓને કોરોના પોઝીટીવ આવી ચૂકયો છે.જેમાંથી ૧૭ દર્દીઓનાં મૃત્યુ થયા છે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં ૯,૬૦૦ કરતા વધારે કોરોના પોઝીટીવના દર્દીઓ નોંધાઈ ચૂકયા છે. જેમાં ૪૦૦ કરતા વધારે દર્દીઓનાં મૃત્યુ થવા પામ્યા છે. રાજયમાં ઈન્દોર કોરોના હોટસ્પોટ બન્યું છે. જયાં અત્યાર સુધીમાં ૩,૮૦૦ કેસો નોંધાઈ ચૂકયા છે.