રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક સવરસાદના કારણે જળાસયોની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. પડધરી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ ન્યારી ડેમ -૨ ની પૂર્ણ સપાટી ૮૮.૫ મીટર છે હાલમાં ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે આ જળાસયની સપાટી ૮૭.૪૫ મીટર છે.
જે તેની કુલ સપાટીના ૭૦% જેટલો ભરાયો છે, જે અંતર્ગત ડેમમાં ૧૩,૬૧૬ ક્યુસેક પાણીની આવક છે. ગામના હેઠવાસમાં આવેલા ગોવિંદપર, ખામટા, રામપર, તરધડી, વણપરી ગામોમાં રહેતા લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા મોનીટરીંગ ઓફિસરશ્રી ફ્લડ સેલ અને નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા સુચના આપવામાં આવી છે.