• શૈક્ષણિક સંસ્થાઓને પણ ફાયર સેફ્ટીની જોગવાઇ છે કે નહી તે અંગે ચકાસણી કરીને આગામી 11મી જૂન સુધીમાં જરૂકરી પ્રમાણપત્ર સંબંધિત ઇ-મેઇલ પર મોકલી આપવા તાકીદ કરી

રાજ્યમાં રાજકોટમાં ગેમઝોનની ઘટના બાદ હવે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને પણ ફાયર સેફ્ટીની જોગવાઇ છે કે નહી તે અંગે ચકાસણી કરીને આગામી 11મી જૂન સુધીમાં જરૂરી પ્રમાણપત્ર સંબંધિત ઇ-મેઇલ પર મોકલી આપવા તાકીદ કરવામાં આવી છે. કેવા પ્રકારની સંસ્થા માટે કેવી વ્યવસ્થા રાખવાની રહેશે તેની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.રાજકોટમાં ગેમઝોનની ઘટના બહાર આવ્યા બાદ છેલ્લા કેટલાય સમયથી રાજ્યની સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઇને ચકાસણી શરૂ કરવામાં આવી છે. ફાયર સેફ્ટીની વ્યવસ્થા ન ધરાવતી હોય તેવી સંસ્થાઓ સામે તવાઇ લાવવામાં આવી રહી છે. હવે હાયર એજ્યુકેશન ડીપાર્ટમેન્ટે પણ તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્યની તમામ કોલેજો, ગ્રામ વિદ્યાપીઠ, સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટીઓ વગેરેને એક પરિપત્ર મોકલીને એવી તાકીદ કરવામાં આવી છે કે, ફાયર એનઓસી મેળવવામાં આવી છે કે નહી, જો મુદત પુરી થઇ ચુકી હોય તો રીન્યુ કરાવી છે કે નહી તેની ચકાસણી કરવા પણ સૂચના આપવામાં આવી છે. 9 મીટર કે તેનાથી ઓછી ઊંચાઇ ધરાવતી સંસ્થાઓની ઇમારતમાં લઘુતમ ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ તેની ચકાસણી કોલેજના આચાર્ય, નિયામક અને રજિસ્ટ્રારે કરવાની રહેશે. ફાયર સેફ્ટી એક્સપાયર થઇ છે કે નહીં તેની ચકાસણી પણ આજ હોદ્દેદારોએ કરવાની રહેશે. આ સિવાય જે સંસ્થા 9 મીટરથી વધુ ઊંચાઇ ધરાવતી હોય અને જો બેઝમેન્ટ હોય તો તેનું ક્ષેત્રફળ 200 ચો.મી.થી વધુ હોય તો ફાયર અધિકારી પાસેથી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. દરેક સંસ્થાઓએ આ પ્રકારનું સર્ટિફિકેટ મેળવીને સરકારી કોલેજ, બિન સરકારી અનુદાનિત કોલેજ, અનુદાનિત ગ્રામ વિદ્યાપીઠ સંસ્થા, અનુદાનિત સંશોધન સંસ્થા અને તમામ યુનિવર્સિટીઓે કઇ જગ્યાએ ઇ-મેઇલ કરવા તેની પણ સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે જ ફાયર એનઓસી નથી!

રાજકોટની ઘટના બાદ હાલમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.એવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પાસે જ ફાયર સેફ્ટીની કોઇ વ્યવસ્થા જ નથી. કેટલીક સરકારી સંસ્થાઓમાં તો પાયાની સુવિધાઓ જ નથી ત્યારે ફાયર સેફ્ટીની વ્યવસ્થા કેવી રીતે ઊભી કરવી તેની સમસ્યા છે. વિભાગ દ્વારા તવાઇ લાવવામાં આવતાં હવે આ સંસ્થાઓએ ફાયર સેફ્ટીની સુવિધાઓ ઊભી કરવાની ફરજ પડશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.