નાના એવા જંગવડ ગામે જીવામૃત આધારિત સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરી વિવિધ પાક તેમજ શાકભાજી અને ફળોનું પણ ઉત્પાદન
આપણા દેશ એ ખેતી પ્રધાન દેશ છે દેશમાં 60% ટકા લોકો ખેતી આધારિત રોજગારી મેળવી રહ્યા છે તેમજ જગતનો તાત એ આપણો અનદાતા કહેવાય છે જેમ સરહદ પર સૈનિક દેશની રક્ષા કરી રહ્યો છે તેવી રીતે દેશની અંદર ખેડૂત એ દેશના સૈનિક તરીકે કાર્ય કરી રહ્યો છે જગતનો તાત ધારે તો શું ના કરી શકે આજે ખેતીમાં પણ ટેક્નોલોજી આવી ગઈ છે પરંતુ આપણી વર્ષોથી ચાલી આવતી પરંપરાગત પ્રાચીન ખેતી જે સંપૂર્ણ કુદરતી ઉપચાર થકી જ કરવામાં આવતી જેને હાલ ઓર્ગેનિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે આ ખેતી અત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય અને સૌરાષ્ટ્ર પંથકના મોટા ભાગના વિસ્તારોમાં કરવામાં આવતી હોય છે ખેડૂત પુત્ર ફુલજીભાઈ નભોયા ની સિદ્ધિની જો વાત કરવામાં આવે તો તેઓએ કાશ્મીરમાં થતી કેસર ની ખેતી હવે સૌરાષ્ટ્રની ધરા પર જસદણ તાલુકાના જંગવડ ગામ ખાતે શરૂ કરી છે તેમના આ નવતર પ્રયાસ ની નોંધ સમગ્ર રાજ્યમાં લેવા માં આવી રહી છે તેમજ લોકો હાલ આ કેસર ની ખેતી ને સમજવા તેમની મુલાકાત કરી રહ્યા છે તેમજ તેમની આ સિદ્ધિ ને આપેડા નું સર્ટિફિકેટ, આત્મા પ્રોજેક્ટ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા ઓર્ગેનીક ખેતી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે
ફુલજીભાઈ આશરે 5 વર્ષ પહેલાં તેમના મિત્ર પાસે થી કેસર ના બી લઈ તેમના ખેતર માં કેસર ની ખેતી નો નવતર પ્રયાસ કર્યો પોતાના નિવૃત્તિના દિવસો માં હાલ સમાજને ઓર્ગેનિક ખેતીની મહત્વતા શું છે તે સમજવા હેતુથી જાતે તેમના 30થી35 વીઘા ના ખેતરમાં ઓર્ગેનિક ખેતી શરૂ કરી અને સમગ્ર ગામને ઓર્ગેનિક ખેતી તરફ વાળી રહ્યા છે આજે કેસર ની ખેતી ની શરૂઆત તેઓએ માત્ર 50 જેટલા છોડ વાવી ને કરી હતી શ્રાવણ માસમાં કેસરની ખેતી કરવાનો યોગ્ય સમય હોય છે ફુલજીભાઈ અને તેમના ધર્મ પત્ની બંને હાલ આ કેસરની ખેતી માં ઝમપલાવ્યું છે અને સૌરાષ્ટ્રને એક નવી ભેટ આપી ખેતી ક્ષેત્રે આપી છે જ્યાં 200 ગ્રામ કેસરના ભાવ હાલ 2000 રૂપિયા આસપાસ છે ત્યાં માત્ર નહિવત રકમ મા કેસર લોકોને આપસે તેવું ફૂલીજીભાઈ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે આવનારી સિઝનમાં તેઓ લગભગ એક વીઘા માં કેસર ની ખેતી કરવા આતુર છે તેમજ છેલ્લા 8વર્ષ થી ઓર્ગેનીક ખેતી કરી ફુલજીભાઈ વિવિધ પાક તેમજ શાકભાજી અને ફળોનું ઉત્પાદન કરી રહ્યા છે સોલાર પાવર નો પણ તેઓ છેલ્લા સાત વર્ષથી ઉપયોગ કરી વીજળીની બચત કરી અને ખેતી ક્ષેત્રે નવો ચીલો શરૂ કર્યો તેમજ હાલ ગામના 35 જેટલા ખેડૂતોને તેઓએ ઓર્ગેનિક ખેતી તરફ વાળિયા અને ગામના ગૌરવ સમા તેમજ સમાજ માં ઓર્ગેનિક ખેતી ક્ષેત્રે પ્રેરણારૂપ બન્યા છે.
કેસરની ખેતી કરી ખાસ યુવાનો અને સમાજ માટે પ્રેરણારૂપ બન્યા ફૂલજીભાઈ નભોયા :- જીતેન્દ્ર કુવાડિયા
જીતેન્દ્રભાઈ સતત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે કુરજીભાઈ હર હંમેશ લોકોને ખેતી ક્ષેત્રે નવા પ્રયાસો કરવા પ્રેરતા હોય છે તેમજ જાતે નવા પ્રયોગો તેમની ખેતીમાં કરતા હોય છે ઓર્ગેનિક ખેતીમાં તેઓની પકડ અમારા ગામમાં તેઓની ખૂબ જ ઝડપથી ઓર્ગેનિક ખેતી ખાતે પલ્લવી સિદ્ધિઓ મેળવી છે તેમજ અમારા ગામમાં અમૃત પંચામૃત આધારિત ખેતી કઈ રીતે કરી શકાય તેનું પણ અવારનવાર માર્ગદર્શન આપતા રહે છે કેસર ની ખેતી નો તેમનો આ નવતર પ્રયાસ અમારા ગામો નો માં ગૌરવ સમાન બન્યો છે આસપાસના ગામમાં તેમજ મહાનગરોમાં પણ તેમની નોંધ લેવામાં આવી છે ખાસ ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલી દરેક સંસ્થા જેમ કે આત્મા પ્રોજેકટ , આપેડ જેવી સંસ્થાઓ દ્વારા ફુલજીભાઈ ની નોંધ લીધી છે તેમજ અમારા તાલુકાના માજી ધારાસભ્ય દ્વારા તેઓને રૂપિયા 10,000 નો ચેક આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા તેઓને ઓર્ગેનિક ખેતી કરવા બદલ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા છે હાલ તેઓ કેસરની ખેતી કરી અને અને ખેડૂતોને પણ કેસરની ખેતી તરફ આગળ વધવાની સલાહ આપી રહ્યા છે તેમ જ અમારા ગામના 35 જેટલા ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફ વળ્યા છે.
ફૂલજીભાઈના આ નવતર પ્રયાસ થી ખેતી ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે : દિલીપભાઈ નભોયા
દિલીપભાઈ નભોય અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે હું છેલ્લા ઘણા વર્ષો થયા ફુલજીભાઈને ઓર્ગેનિક ખેતી કરતા જોઈ રહ્યો છું ત્યારે મને ખૂબ ગર્વ થાય છે કે અમારા ગામ નું હાલ ભાઈ ગૌરવ સમા પ્રતીક બન્યા છે તેમજ ગામના 35 જેટલા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે સંપૂર્ણ જીવામૃત આધારિત તેઓ ખેતી કરી રહ્યા છે તેમજ ચોમાસુ પાકો ઉનાળુ પાક શિયાળુ પાક ના વિવિધ વાવેતર કરી લોકોના સ્વાસ્થ્ય માટે કુદરતી પાકને લોકો સુધી પહોંચાડી રહ્યા છે શરૂઆતમાં જ્યારે તેઓ કુદરતી ઉપચાર દ્વારા ખેતી કરવા પ્રયત્નો શરૂ કર્યા ત્યારે ગામમાં તેઓની પછી મશ્કરી કરવામાં આવતી હતી પરંતુ તેઓએ આ વસ્તુને ગણકારી નથી અને પોતાના અથાગ પ્રયત્નો શરુ રાખી અને ઓર્ગેનિક ખેતીને આગળ વધારી હાલ આસપાસના ગામમાંથી લોકો આવી માર્ગ દર્શન મેળવી રહ્યા છે.
કેસર ની ખેતી મારા જીવનની શ્રેષ્ઠ સિદ્ધિ છે : ફૂલજીભાઈ નભોયા
જંગવડ ગામ ના ખેડૂત ફુલજીભાઈ નભોયા એ અબતક સાથે ની ખાસ મુલાકત માં જાણવ્યું હતું કે આશરે પાંચક વર્ષ પહેલાં હું મારા મિત્ર ની વાળી મુલાકાતે ગયો હતો મેં ત્યાંથી કેશરના બી તેમની પાસે લઈ અને મારી વાળી ખાતે કેસરના બી રોપી અને કેસર ની ખેતી શરૂ કરી ખરેખરે તો આને કુસુમ નામનું છોડ પણ કહી શકાય છે કાશ્મીર માં થતી કેસરની ખેતી અને ત્યાં થતું કેસર ની સમુજ અહીં આમરી વાળીમાં અમે કેસરનું વાવેતર કરી અને અમારા ઘર પૂરતું વપરાશ શરૂ કર્યું આ કેસરને દૂધ માં થોડુંક નાખતા ની સાથે તેનો સ્વાદ અને રંગ એકદમ કેસરમ્ય થઈ જતું હોય છે હાલ તો મેં નાનકડા એવા કેરમાં માત્ર 50 જેટલા કેસરના છોડ નું વાવેતર કર્યું છે નવરાત્રી ના સમય ગાળા દરમિયાન કેસરની ખેતી કરવાનો ઉત્તમ સમય ગણાય છે માવજત માં તો ખાસ કોઈ ધ્યાન રાખવું પડતું નથી પરંતુ પાણી સમયસર આપવાનું હોય છે સિયાળુ પાક ના સમય કેસરનું વાવેતર કરવમાં આવે છે અને લગભગ 4 મહિના માં કેસર ત્યાર થઈ જતું હોય છે કપાસની જેમ કેસર ને પણ 2થી3 વખત વિણિ શકે છે. આશરે 25 વીઘા માં હું ઓર્ગેનિક ખેતી કરું છું છેલ્લા 8વર્ષથી ઓર્ગેનિક ખેતી કરું છું જેમાં સિયાળુ પાક, ચોમાસુ પાકની વાવણી કરું છું 5વર્ષ પેહલા મેં પાણીની સમસ્યાને કારણેમેં સોલારનું મારી વાળી ખાતે લગાવી અને વીજળીની સમસ્યાનું નિરાકરણ કર્યું સાથે સોલારના ઉપયોગ થી ખેતી માં પણ યોગ્ય વળતર મેળવ્યું છે કેશરની ખેતી કરી હું મારા સ્વજનો અને અમારા સ્વામી સંપ્રદાયના સનતો મહનતોને અર્પણ કરું છું તેમજ જે સગર્ભા સ્ત્રીઓને આપું છું કેસર દૂધ માં નાખી પીવાથી સગર્ભા સ્ત્રીઓ ને પૌષ્ટિક આહાર તો મળી રહે છે સાથે બાળક નો સર્વાંગિક વિકાસ થાય છે અમારા પંથકના તેમજ દરેક વર્ગના લોકોને કેસરનો લાભ મળે તેવા હેતુ થઈ જે કેસર 1ગ્રામના 200રૂપિયા છે તે હું 10ગ્રામ ના 200 રૂપિયા લેખે લોકોને સેવા પૂરી પાડીશ.