બુધવાર અને ગુરૂવારે કાળઝાળ ગરમી પડે તેવી આગાહી
સૂર્ય નારાયણ ફરી કાળઝાળ બની આકાશમાંી અગનવર્ષા કરે તેવી સંભાવના વર્તાઈ રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ૪૮ કલાક શહેરમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. બુધવાર અને ગુ‚વારે તાપમાનનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચી જાય તેવી શકયતા જણાઈ રહી છે. આજે પણ તાપમાનનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો.
રાજકોટ સહિત રાજયભરમાં આગામી ૨ દિવસ હિટવેવની સંભાવના જણાઈ રહી છે. પાંચ દિવસનું તાપમાનની આગાહી જાહેર કરાઈ છે. જેમાં આજે પારો ૪૩ ડિગ્રી આસપાસ રહેશે. આવતીકાલી ૪૮ કલાક ઓરેન્જ એલર્ટ રહેવાની સંભાવના છે. જેમાં પારો ૪૩ ડિગ્રીી ૪૫ ડિગ્રી વચ્ચે રહેશે. શુક્રવારી ગરમીનું જોર સામાન્ય-ઓછુ શે. કાળઝાળ ગરમીમાં હિટવેવી બચવા માટે બપોરના સમયે કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે મહાપાલિકા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. સાો સા ગરમીનું જોર વધતા પાણી સહિત ઠંડા-પીણા વધુ પ્રમાણમાં લેવાની પણ સલાહ આપવામાં આવે છે.