હીટ એલર્ટની ગંભીરતાથી નોંધ લેવી: પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું: કામ વિના બપોરના સમયે ઘરની બહાર ન નિકળવા મ્યુનિ.કમિશનરની અપીલ.
ગુજરાત રાજયના આગામી દિવસોમાં હીટ એલર્ટ જાહેર કરેલ છે. જે અન્વયે રાજકોટ શહેરમાં પણ આગામી ત્રણ થી ચાર દિવસ રાજકોટ ઓરેન્જ એલર્ટ જાહેર થઈ શકે છે. લોકોના આરોગ્યની જાળવણી માટે નીચે દર્શાવેલા પગલાઓ તથા કાળજી લેવા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ અપીલ કરી છે.
દરેક લોકોએ રેડીયો, ટીવી, વર્તમાનપત્રો દ્વારા જાહેર કરવામાં આવતી હીટ એલર્ટની નોંધ લેવી. તરસ ન લાગી હોય તો પણ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું. શરીરમાં પુરતા પ્રમાણમાં પ્રવાહી જળવાય રહે તે માટે ઘરગથ્થુ પીણા જેવા કે લસ્સી, લીંબુ પાણી, છાસ, વરીયાળી શરબતનો પુષ્કળ ઉપયોગ કરવો. આછા રંગના હલકા તથા પહોળા સુતરાઈ કપડા પહેરવા. ટોપી, છત્રી, સ્કાર્ફ તથા ગોગલ્સનો ઉપયોગ કરવો.
માલિક અને વર્કરો માટે કામગીરીના સ્થળ નજીક ઠંડુ અને આરોગ્યપ્રદ પીવાના પાણીની વ્યવસ્થા કરવી. વર્કરોને સીધા સુર્યપ્રકાશથી દુર રાખવા. વધારે શ્રમવાળી કામગીરી તાપમાન ઓછું હોય તેવા સમયે કરાવવું. બહારની સોંપેલ કામગીરી કરનારાઓ માટે દિવસમાં સમયાંતરે આરામનો સમયગાળો વધારવો. ખાસ કરીને સગર્ભા માતા અને લાંબી બિમારીથી પીડિત શ્રમિકોની વિશેષ કાળજી લેવી.
શકય હોય તો દિવસે તડકામાં બહાર જવાનું ટાળવું. ઘરની અંદર શકય હોય તો નીચેના માળના રૂમમાં રહેવું. રૂમ ઠંડો રહે તેથી પડદા, બારી, છાજલીની વ્યવસ્થા ગોઠવવી, પંખા, એસી, કુલરનો ઉપયોગ કરવો તથા દિવસમાં ત્રણ થી ચાર વાર સ્નાન કરવું. પાલતું પ્રાણીઓ માટે યોગ્ય છાયડાની વ્યવસ્થા કરવી તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવી. બપોરના ૧૨ થી ૩ તડકામાં જવું નહીં.
ઘરની બહાર હોય ત્યારે વધારે શ્રમ પડે તેવી કામગીરી ન કરવી. તડકામાં ઉઘાડા પગે કે ખુલ્લા શરીરે ન જવુ, રસોડાની કામગીરીના સમયમાં ફેરફાર કરવો. રાંધતી વખતે રસોડાની બારી દરવાજા ખુલ્લા રાખવા. આ સમય દરમ્યાન દારૂ ચા કોફી કે અન્ય ફેકી પીણાનો ઉપયોગ ન કરવો. વાસી, તળેલો અને ભારે પ્રોટીનવાળો ખોરાક ટાળવો. પાર્ક કરેલ વાહનમાં નાના બાળકને પાલતું પ્રાણીને બંધ વાહનમાં રાખવા જરૂયરી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com