સામાન્ય રીતે ગ્રામીણ ઉદ્યોગો અને ખાદી ગ્રામોદ્યોગને બહુ મોટો માનવામાં આવતો નથી. પણ વીતેલા વર્ષે આ બન્ને ઉદ્યોગોએ કમાલ કરી બતાવી છે. ગ્રામીણ ઉત્પાદનો અને ખાદીનું વેચાણ પહેલી વાર 50,000 કરોડ રૂપિયા ઉપર નીકળી ગયું છે. ખાદીના વેચાણને વધારવા માટે સરકાર વધુ ભાર આપી રહી છે. પણ ચોંકાવનારી વાત એ છે કે ગ્રામીણ ઉદ્યોગોમાં તૈયાર થયેલ મઘ, સાબુ, શણગારનો સામાન, ફર્નિચર અને જૈવિક ખાદ્ય સામગ્રીઓની માંગમાં ખુબ મોટો ઉછાળો નોંધાયો છે.
અતિમહત્વની વાત એ છે કે આ ગ્રામીણ ઉદ્યોગોનું સંચાલન મહિલાઓ કરે છે.
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ(કેવીઆઈસી) દ્રારા એકઠા કરાયેલા આંકડા દર્શાવે છે કે વીતેલા વર્ષે ગ્રામોદ્યોગ ઉત્પાદનોના વેચાણમાં 24 ટકાનો વધારો થયો છે, અને વેચાણ વધીને 50,000 કરોડ રૂપિયાની ઉપર નીકળી ગયું છે. આ રીતે ખાદી ઉત્પાદકોના વેચાણમાં 33 ટકાનો વધારો થઈને 2005 કરોડ સુધી પહોંચી ગયું છે. નાણાકીય વર્ષ 2015-16માં જે 1635 કરોડ રૂપિયા હતું.
ટર્નઓવરના મામલામાં ખાદી અને ગ્રામોદ્યોગે રોજિંદા વપરાશમાં આવતા સામાન બનાવનારી દેશની કેટલીય કંપનીઓને પાછળ ધકેલી દીધી છે. એકલા ખાદીનું વેચાણ બોમ્બે ડાઈંગ અને રેમન્ડના વેચાણની સરખામણી કરી રહી છે. જો કે આ કંપનીઓએ નાણાકીય વર્ષ 2016-17ના આંકડા રજૂ નથી કર્યા, હવે આયોગનું લક્ષ્યાંક ખાદીનું વેચાણ નાણાકીય વર્ષ 2018-19 સુધી બમણુ એટલે કે 5000 કરોડ રૂપિયા કરવાનું છે.
ખાદી અને ગ્રામીણ ઉત્પાદનોના વેચાણમાં વધારો થાય તે માટે સરકારે પોતાની ભૂમિકા અદા કરી જ છે. પણ સાથે સાથે ગ્રાહકોએ પણ રસ લીધો છે. તેની સાથે વિદેશી ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો થયો છે.