અબતક, નવી દિલ્લી
સ્કીમ હેઠળ રોકાણ મળતા રોજગારીની વિપુલ તકો ઉભી થવાની પ્રબળ શકયતા: ૮ લાખથી વધુ લોકોને મળશે રોજગાર
સરકાર વર્ષ ૨૦૨૫ સુધીમાં મોટા પાયે ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને તેમાં પણ મુખ્યત્વે મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ માટે પીએલઆઈ સ્કીમ હેઠળ રૂ. ૩૪,૦૯૦ કરોડના રોકાણની અપેક્ષા રાખે છે તેવું શુક્રવારે સંસદમાં જાણ કરવામાં આવી હતી. સરકારે ૨૭ જાન્યુઆરી સુધી ટાટા ઇલેક્ટ્રોનિક્સ સહિત ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ અને સેમિકન્ડક્ટર્સના ઉત્પાદનના પ્રમોશન માટેની યોજના હેઠળ ૨૦ કંપનીઓની દરખાસ્તોને મંજૂરી આપી છે.
મોટા પાયે ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) યોજના હેઠળ મંજૂર કરાયેલી ૩૨ દરખાસ્તોમાંથી લગભગ ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ અને સેમિકન્ડક્ટર કંપનીઓ પાસેથી અને ૧૪,૦૯૦ કરોડ રૂપિયા આવવાની ધારણા છે, એમ ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એક લેખિત નિવેદમમાં જણાવ્યું હતું.
સ્પેક્સ યોજના હેઠળ રૂ. ૨૦,૦૦૦ કરોડનું રોકાણ અપેક્ષિત છે. યોજનાની કુલ રોજગાર સંભવિત (પ્રત્યક્ષ અને પરોક્ષ બંને) આશરે ૬ લાખ છે તેવું મંત્રીએ જણાવ્યું હતું.
એપલના અગ્રણી કોન્ટ્રાક્ટ ઉત્પાદકો ફોક્સકોન, પેગાટ્રોન અને વિસ્ટ્રોન દક્ષિણ કોરિયન ઇલેક્ટ્રોનિક્સ અગ્રણી સેમસંગ, ભારતીય કંપનીઓ લાવા, જિયોની નિયોલિંક, ઓપ્ટીમસ ઇલેક્ટ્રોનિક્સ વગેરેએ મોટા પાયે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે પીએલઆઈ સ્કીમમાં ભાગ લીધો છે.
મોટા પાયે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને આઇટી હાર્ડવેર માટે ઉપરોક્ત પીએલઆઈ યોજનાઓમાં મંજૂર અરજદારો દ્વારા લાવવામાં આવશે તેવી અપેક્ષા રોકાણની રકમ રૂ. ૧૪,૦૯૦ કરોડ છે. રોકાણ આવતા રોજગારીની વિપુલ તકો પણ ઉભી થશે. એક અંદાજ મુજબ કુલ ૮.૫૦ લાખ લોકોને રોજગાર મળશે.
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે પીએલઆઈના બીજા રાઉન્ડ હેઠળ ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ માટે મોટા પાયે ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે ૧૬ દરખાસ્તોને મંજૂરી આપી છે. જેમાં વિષય કમ્પોનન્ટ્સ, ડેકી ઈલેક્ટ્રોનિક્સ, કોન્ટિનેંટલ ડિવાઈસ ઈન્ડિયા, સાલકોમ્પ ટેક્નોલોજી વગેરેનો સમાવેશ થાય છે.